Pack it News

AC માં બેસી ઓર્ડર કરતા હોય તેવા નેતાઓની જરૂર નથી, તેને પેક કરીને ભાજપને ગીફ્ટ આપી દો
રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગુજરાત કોંગ્રેસમાં હાલ ચાલી રહેલા અસંતોષ અને રાજીનામાના દોર વચ્ચે આ મુલાકાત લીધી છે. જેના કારણે આ તેમની મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેવામાં રાહુલ ગાંધીને અનેક અસંતોષ હોય તેવા નેતાઓ પણ રજુઆત કરે તેવી શક્યતાઓને જોતા આ મુલાકાત ખુબ જ મહત્વની છે. તેવામાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. અહીં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ખુબ જ સારૂ લાગે છે. દર વખતે કંઇક નવું શિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતીઓ હંમેશા અલગ જ રીતે કામ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ ગુજરાતથી જ ઉદ્ભવી છે. હું આજે ભગવાન કૃષ્ણની નગરીમાં આવ્યો છું ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે, ભગવાન કૃષ્ણએ એક વાર મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધનને પુછ્યું કે તારે શું જોઇએ છે ત્યારે દુર્યોધને તેમને જણાવ્યું હતું કે, મારે તમારી સેના જોઇએ છે. તેમ આજે અમારી સેના દુર્યોધન જેવો પક્ષ લઇ રહ્યો છે. પણ અમને તો ગુજરાતની કૃષ્ણરૂપી જનતા પર ભરોસો છે. 
Feb 26,2022, 18:36 PM IST

Trending news