અમદાવાદ શહેરમાં કિન્નરોની દાદાગીરી, મહિલા પાસેથી દક્ષિણાના નામે વારંવાર પૈસા પડાવતા પોલીસ ફરિયાદ

શહેરમાં કિન્નરોની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે. આ વખતે કિન્નરોએ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં જઈ દક્ષિણાપેટે રૂપિયા માંગ્યા પણ મહિલાએ પરેશાની કરતા કિન્નર વિરુધ ફરિયાદ નોધાવી છે. હદતો ત્યાં થઈ જયારે મહિલા પોતે ઘરે નહી હોવાનું કહેતા સિક્યોરીટી ગાર્ડ અને મહિલાને ગાળો ભાંડી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી કરી 2 કિન્નરની ધરપકડ કરી  છે. 
અમદાવાદ શહેરમાં કિન્નરોની દાદાગીરી, મહિલા પાસેથી દક્ષિણાના નામે વારંવાર પૈસા પડાવતા પોલીસ ફરિયાદ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં કિન્નરોની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે. આ વખતે કિન્નરોએ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં જઈ દક્ષિણાપેટે રૂપિયા માંગ્યા પણ મહિલાએ પરેશાની કરતા કિન્નર વિરુધ ફરિયાદ નોધાવી છે. હદતો ત્યાં થઈ જયારે મહિલા પોતે ઘરે નહી હોવાનું કહેતા સિક્યોરીટી ગાર્ડ અને મહિલાને ગાળો ભાંડી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી કરી 2 કિન્નરની ધરપકડ કરી  છે. 

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સુરેલ એપાર્ટમેન્ટમાં એક મહિલા કિન્નરથી એટલી હદે પરેશાન થઈ ગઈ કે બાળકો અને પતિને ઘરે નહી હોવાના અનેક વખત બહાના કરવા પડ્યા. તેમ છતાં કિન્નરો અવારનવાર રૂપિયાની માંગણી કરવા મહિલાનાં ઘરે પોહચી જતા. પરંતુ હદ તો ત્યારે થઇ જયારે મહિલાનાં પરિવારે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો. જેથી ઉશ્કેરાઈને  કિન્નરે મહિલા અને તેના પરિવારને ગાળો ભાંડી અને ફ્લેટનાં સિક્યોરીટી ગાર્ડે પ્રવેશનાં આપતા ઘમકી પણ આપી. જોકે ત્યારબાદ પણ કિન્નરો અનેક વખત મહિલાના ત્યાં પૈસા લેવા જતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં મહિલાએ એક વખત દક્ષિણા પેટે 15 હજાર આપતા કિન્નરો અનેક વખત આવી માંગણી કરી હેરાન-પરેશ કરતા હતા.

કિન્નરનો માંગણી કરવાનો પ્રયાસ આટલેનાં અટકતા ફરીએક વાર 5 કિન્નરો મહિલાનાં ઘરે પહોચ્યા હતા. ત્યારે મહિલા ઘરે હાજર ન હોવાની વાત દીકરીએ કરતા કિન્નરો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી અને ઘમકી પણ આપી હતી.  જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેને પગલે મહિલાએ આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવતા નયના માસી સહિત બે કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news