પોલીસની રેઢીયાળ નીતિથી લોકો લોકરમાં દાગીના મુકે છે પણ હવે બેંકો પણ રેઢીયાળ બની
Trending Photos
અમદાવાદ : શહેરનાં પાલડી વિસ્તારમાં રહેતા એક પરિવારને બેંકનો કડવો અનુભવ થયો. પોતાના જ બેંક લોકરમાંથી લાખો રૂપિયાનાં દાગીનાની ચોરી થતા આખરે એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદી મૂળ પાલડી ગામમાં રહેતા ગીતાબેન પટેલે વર્ષ 2016માં એલીસબ્રિજની દેના બેંકમાં પોતાનું અને દિકરીનું જોઈન્ટ લોકર રાખી અલગ અલગ દાગીનાં રાખ્યા હતા. જે બાદ નવેમ્બર 2019માં ફરિયાદી મહિલાના બહેનની દિકરી અમેરિકાથી પરત આવતા તેઓ બેંકમાં ગયા હતા.
જોકે તે સમયે લોકરમાં દાગીનાં સલામત હતા. પણ દેના બેંકનું મર્જર બેંક ઓફ બરોડામાં થતા લોકર ખુલ્યું નહિ. જેથી તેઓ પ્રિતમનગરની બેંક ઓફ બરોડામાં પહોંચતા ત્યાં પોતાનું લોકર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પણ લોકર ન ખુલતા લોકર તોડવામાં આવ્યું હતું, જેમાં મહિલાએ જોતા ₹9.45 લાખની કિંમતનાં દાગીનાં ન મળી આવતા અજાણ્યા ઈસમે લોકરની ચાવીથી લોક ખોલી ચોરી કરી હોવાનુ ધ્યાને આવ્યું હતું. આ મામલે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ બેંક સામે બેદરકારીની અરજી પોલીસ સ્ટેશનમાં મળેલી છે. પરંતુ નક્કર પગલાં ના ભરાતા ફરિયાદીને પોતાનાં દાગીનાં કે ન્યાય મળ્યો નહોતો. તેવામાં આ કેસમાં મહિલાને પોતાનાં દાગીનાં પરત મળે છે કે કેમ તે જોવું રહ્યું. બેંકનું તંત્ર તો રેઢીયાલ છે જ તે બીજી અરજી મળી તેના પરથી સાબિત થયું છે પરંતુ પોલીસ તંત્ર પણ સામે તેટલું જ રેઢીયાળ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફરિયાદ મળવા છતા પણ કાર્યવાહી ન તો અગાઉના કેસમાં કરી છે ત્યારે આ કેસમાં શું થાય છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે