રૂપલને સાબીર સાથે પરિચય થયો અને પછી શું સુજ્યું કે સીધી હત્યાની સોપારી જ આપી દીધી

હાલમાં જ એલિસબ્રિજ વિસ્તારમાં એક રિક્ષાચાલકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યાનું કાવતરું ઘડનાર અન્ય કોઈ નહિ પણ તેની પત્નીએ જ ₹ 4 લાખની સોપારી આપીને પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. હાલ ઝોન 7 LCB ટીમ અને સ્થાનિક પોલીસે મહિલા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. 20 વર્ષના લગ્ન જીવનો કેમ આવ્યો આવો કરૂણ અંજામ આવ્યો તેનું કારણ ખુબ જ ચોંકાવનારૂ છે. 
  • એલિસબ્રિજ માં રિક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો
  • પોલીસે હત્યારાઓને ઝડપવા200થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા
  • શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ દરમ્યાન હત્યારાઓની થઈ ઓળખ
  • પત્ની એ જ પતિના ત્રાસથી કંટાળી સોપારી આપી કરાવી હત્યા
  • LCB ઝોન 7 ટીમે મહિલા સહિત 6 આરોપીઓની કરી ધરપકડ

Trending Photos

રૂપલને સાબીર સાથે પરિચય થયો અને પછી શું સુજ્યું કે સીધી હત્યાની સોપારી જ આપી દીધી

મૌલિક ધામેચા/અમદાવાદ : હાલમાં જ એલિસબ્રિજ વિસ્તારમાં એક રિક્ષાચાલકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યાનું કાવતરું ઘડનાર અન્ય કોઈ નહિ પણ તેની પત્નીએ જ ₹ 4 લાખની સોપારી આપીને પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. હાલ ઝોન 7 LCB ટીમ અને સ્થાનિક પોલીસે મહિલા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. 20 વર્ષના લગ્ન જીવનો કેમ આવ્યો આવો કરૂણ અંજામ આવ્યો તેનું કારણ ખુબ જ ચોંકાવનારૂ છે. 

પોલીસ કસ્ટડીમા રહેલા આરોપીઓ પર હત્યાનો આરોપ લાગ્યો છે. જેમાં સાબીર હુસેન અંસારી, ફયાજુદ્દિન ઉર્ફે ફૈઝુ શેખ, મોહમંદ ઈમ્તિયાઝ, શાહરૂખાન પઠાણ, મોહમંદ શકીલ ઉર્ફે લખપતિ અંસારીએ ભેગા મળી રિક્ષા ચાલક શાંતિલાલ ધંધુકીયાની હત્યા કરી હતી. આ હત્યા રિક્ષાચાલકની પત્ની રૂપલે જ કરાવી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ત્યારે ઘટના અંગે વાત કરીએ તો ઈસનપુરમા નવંરગ સોસાયટીમા રહેતા રિક્ષા ચાલક શાંતીલાલ ઘર નજીકથી મુસાફર લઈને પાલડી આવ્યા હતા. ત્યારે રિક્ષામા આવેલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. 

રિક્ષા ચાલકની હત્યા પાછળ અનૈતિક સંબંધ, પૈસાની લેતી-દેતી કે રિક્ષા ચાલકો વચ્ચે હરીફાઈ હોવાથી આશંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી. પરંતુ પોલીસે જ્યારે ઘટનાની ગંભીરતા જોઈ 200થી વધુ CCTV ફુટેજ કેમેરામાંથી ચેક કર્યા બાદ હત્યામા વપરાયેલી રિક્ષા પોલીસને મળી. ત્યાર બાદ ધીમે ધીમે તમામ કડીઓ ખુલી હતી. આ હત્યા પાછળ મૃતક શાંતીલાલની પત્ની રૂપલની સંડોવણી પણ સામે આવી કે પોતાના જ પતિની હત્યાનો પ્લાન ઘડનાર પત્ની રૂપલે 4 લાખની સોપારી આપીને આ હત્યા કરાવી હતી.

મૃતક શાંતિલાલ અને રૂપલના લગ્નજીવનને 20 વર્ષ વીતી ચુક્યા હતા અને બે સંતાન પણ હતા. જોકે મૃતક શાતિલાલ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે શાંતિલાલની પત્ની રૂપલ ભરતવર્કનુ કામ ઘરે બેઠા કરતા હતા. જો કે છેલ્લા થોડા વર્ષથી પત્ની રૂપલને પતિ શાંતિલાલ સાથે મનભેદ વધ્યો અને શારિરીક ત્રાસથી કંટાળેલી પત્નીએ હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. અને આ માટે રૂપલે જ્યાંથી ભરતવર્ક લાવતી તે શાહઆલના શાબીરહુસેન અને ફૈઝયુદિન પરિચયમાં આવી હતી. 

જેથી રૂપલે બન્નેનો સંપર્ક કરીને હત્યા કરવા માટે ₹4 લાખની સોપારી આપવાની વાત કરી 2 લાખ આપી ચુકી હતી. . એટલું જ નહીં આરોપીઓને રૂપલે પતિના લોકેશનની તમામ માહિતી અપડેટ કરતી તેમ છતાં છેલ્લા 3 મહિના હત્યાના ષડયંત્રની ગંધ પણ ના આવી. આરોપીએ છેલ્લા બે માસથી હત્યાનુ ષડંયત્ર રચ્યુ હતુ અને 10થી વખત હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યાનુ કારણ એવુ સામે આવ્યુ કે આરોપી મહિલાને તેનો પતિ સેકસયુઅલ અને માનિસક હેરાન કરતો હતો. પતિની વિકૃતાઈથી કંટાળીને રૂપલે હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતું. એલિસબ્રિજ પોલીસ અને ઝોન LCB સ્કોડે હત્યાનો ભેદ ઉકેલીને મહિલા સહિત 6 આરોપીની ઘરપકડ કરી છે. જયારે અલ્તમસ નામનો આરોપી વોન્ટેડ છે. જેથી પોલીસની ટીમે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news