ચૂંટણીમાં કામગીરીની ના પાડતા શિક્ષિકાને પકડવા પહોંચી પોલીસ, જાણો શું બોલ્યા ડેપ્યુટી કલેક્ટર

સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતી હોય છે. પરંતુ અમદાવાદમાં એક શિક્ષિકાએ પારિવારિક કારણોને લીધે ચૂંટણી કામગીરીની ના પાડી અને ફરજ પર હાજર ન થયા તો પોલીસ પકડવા પહોંચી હતી. 

ચૂંટણીમાં કામગીરીની ના પાડતા શિક્ષિકાને પકડવા પહોંચી પોલીસ, જાણો શું બોલ્યા ડેપ્યુટી કલેક્ટર

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની પણ 26 લોકસભા સીટો પર 7 મેએ મતદાન થવાનું છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ સરકારી કર્મચારીઓને ફરજ બજાવવાની હોય છે. શિક્ષકોને પણ ચૂંટણીમાં વિવિધ કામગીરી સોંપવામાં આવે છે. આ વચ્ચે ચેનપુર પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકા ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા પોલીસ તેમને પકડવા માટે પહોંચી હતી. 

શિક્ષિકાએ ચૂંટણી કામગીરી કરવાની ના પાડી
ચેનપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હિનલ પ્રજાપતિને  ચૂંટણીમાં BLO તરીકે કામગીરી સોંપવામાં આવી હતી. મહિલા શિક્ષિકા દ્વારા ચૂંટણી કામગીરીમાં ન જોડાવા બાબતે કારણ સાથે રજૂઆત કરવા છતાં તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષિકાને બીએલઓની કામગીરી સોંપાઈ પરંતુ તેઓ તેમાં ન જોડાતા મામલતદારે ધરપકડનો હુકમ કર્યો હતો. મામલતદારના હુમકના આધારે પોલીસ  શિક્ષિકાની ધરપકડ કરવા પહોંચી હતી. 

ચેનપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હિનલ પ્રજાપતિને ઘાટલોડિયા વિધાનસભામાં BLO ની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ તેમણે સાસુ-સસરા બીમાર હોવાને લીધે અને બાળકો નાના હોવાને કારણે આ કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. મહિલાએ પોતાના જ વિસ્તારમાં બીએલઓની કામગીરી સોંપવાની માંગ કરી હતી. મામલતદારે મહિલા શિક્ષિકાની અટકાયત કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં હાજર કરવાનો ઓર્ડર આપ્યો હતો. 

ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલનું નિવેદન
આ અંગે ડેપ્યુટી કલેક્ટર ઉમંદ પટેલે કહ્યું કે ચેનપુર શાળાના શિક્ષિકા હિરલ પ્રજાપતિને બીએલઓની કામગીરી સોંપાઈ હતી. તેમણે આ કામગીરી ન સોંપવા અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. લેખિત રજૂઆતના આધારે તેમને વેચીશ આપી ખુલાસો કરવા માટે કહેવાયું હતું. નોટિસનો જવાબ ન આપવાને કારણે આજે તેમને વોરંટ આપી હાજર કરાયા હતા. શિક્ષિકાની રજૂઆતો સાંભળી હતી, જે યોગ્ય લાગતા તેમને બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news