ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પુત્રી કે જે પડદા પાછળ રહીને કરે છે મોટુ કામ, છે બ્યુટી વિથ બ્રેઇન...

અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંન્ને મુખ્ય પાર્ટીઓ પોતાનાં તરફથી શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પુત્રી કે જે પડદા પાછળ રહીને કરે છે મોટુ કામ, છે બ્યુટી વિથ બ્રેઇન...

અમદાવાદ: અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંન્ને મુખ્ય પાર્ટીઓ પોતાનાં તરફથી શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર લોકો માટે ઉત્સુકતાનું કેન્દ્ર બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને તેની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વિશે લગભગ તમામ લોકો જાણે છે. પરંતુ ટ્રમ્પની બીજા નંબરની પુત્રી વિશે લગભગ તમામ ભારતીયો અજાણ છે. ટ્રમ્પની આ પુત્રી અમેરિકામાં ખુબ જ પ્રખ્યાત છે. તે હાલ ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થનમાં તેમનો પ્રચાર પણ જોરશોરથી કરી રહી છે. ટિફફી ટ્રમ્પ અમેરિકાની એક ખ્યાતનામ સેલેબ્રિટી છે.

A post shared by Tiffany Ariana Trump (@tiffanytrump) on

22 વર્ષની ટિફની, ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની માર્લા મારપલ્સની પુત્રી છે. ટ્રમ્પ અને માર્લાનાં લગ્નનાં 6 વર્ષ બાદ છુટાછેડા થઇ ગયા હતા. ટિફની અમેરિકામાં રહીને મોડેલિંગ કરે છે. તેણે અનેક ગીત પણ ગાયા છે. ઓપરા વિન્ફ્રેને આપેલા એક ઇન્ટરવ્યુમાં ટિફનીએ જણાવ્યું કે, તેણે મ્યુઝીક પ્રત્યે પ્રેમ છે. હાલ તે ગ્રેજ્યુએશન કરી રહી છે. જો કે તેણે આગળનાં આયોજન અંગે કાંઇ પણ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. ટિફનીને પોતાની માં પ્રત્યે વધારે પ્રેમ છે. તે માર્લા સાથે જ રહે છે.

19 જુલાઇએ તેણે રિપબ્લિકન નેશનલ કન્વેંશન સેન્ટરમાં અમેરિકાનું અર્થતંત્ર અને નોકરીઓની સ્થિતીને મજબુત બનાવવા અંગે શાનદાર ભાષણ આપ્યું હતું. ટિફની સોશિયલ મીડિયા પર પણ સ્ટાર છે. ઇંસ્ટાગ્રામ પર તેનાં 1.60 લાખ ફોલોઅર્સ છે. અમેરિકન યુવાનોમાં તે ખુબ જ પ્રખ્યાત છે. જો કે તે પોતે ટ્રમ્પની પુત્રી તરીકે ઓળખાવાનાં બદલે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા માંગે છે. હાલ તો તે પિતા ટ્રમ્પનો પ્રચાર કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news