શાહરૂખની DDLJ અને અમિતાભ બચ્ચનની 'શોલે'ના દિવાના છે USના રાષ્ટ્રપતિ? જાણો બોલીવુડ શું પર બોલ્યા

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પહોંચેલા યૂએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં ભારતીય સિનેમાની જોરદાર પ્રશંસા કરી. બોલીવુડને તેમણે તેમણે ભરપૂર મનોરંજક ગણાવ્યું. અમિતાભ બચ્ચની ફિલ્મ શોલે (Sholay) અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં (DDLJ)એ ટ્રંપએ ક્લાસિક ફિલ્મોની શ્રેણીમાં રાખી અને બોલીવુડ ફિલ્મોની પ્રશંસા કરી. 

શાહરૂખની DDLJ અને અમિતાભ બચ્ચનની 'શોલે'ના દિવાના છે USના રાષ્ટ્રપતિ? જાણો બોલીવુડ શું પર બોલ્યા

અમદાવાદ: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પહોંચેલા યૂએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં ભારતીય સિનેમાની જોરદાર પ્રશંસા કરી. બોલીવુડને તેમણે તેમણે ભરપૂર મનોરંજક ગણાવ્યું. અમિતાભ બચ્ચની ફિલ્મ શોલે (Sholay) અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં (DDLJ)એ ટ્રંપએ ક્લાસિક ફિલ્મોની શ્રેણીમાં રાખી અને બોલીવુડ ફિલ્મોની પ્રશંસા કરી. 

યૂએસ પ્રેસિડેન્ટએ 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટ દરમિયાન કહ્યું દુનિયાના ખૂણે ખૂણે લોકો ભાંગડા, મ્યૂઝિક, ડાન્સ, રોમાન્સ અને ડ્રામા જોવાનું પસંદ કરે છે. અને તો બીજી તરફ ક્લાસિક ફિલ્મ્સ જેમ કે DDLJ અને શોલે. તેમને ખૂબ ગમી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇન્ડીયન સિનેમામાં વર્ષમાં 2000 ફિલ્મો બને છે. તેમણે કહ્યું કે આ તે દેશ છે જ્યાં વર્ષમાં 2000 ફિલ્મો બને છે. અહીં તે લોકો જીનિયસ અને ખૂબ ક્રિએટિવ છે જે મળીને બોલીવુડ કહેવાય છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસના પ્રવાસ પર છે. ટ્રમ્પ સોમવારે ભારત પહોંચ્યા. ટ્રમ્પ સૌથી પહેલાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને સાબરમતી આશ્રમ ગયા. ત્યારબાદ લગભગ 22 કિલોમીટરનો રોડ શો કરતાં તે દુનિયા સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા. અહીં ટ્રમ્પની શાનમાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું- નમસ્તે ટ્રમ્પ.

તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં બોલીવુડની ફિલ્મો જોવામાં આવે છે. ઇન્ડીયન ફિલ્મો અને મ્યૂઝિકને બહારના દેશોમાં ફોલો કરનારાઓની સંખ્યા વધુ છે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિ દ્વારા ઠેર-ઠેર પહોંચી રહી છે. ટિકટોક (TikTok) અને અન્ય એપ દ્વારા હિંદી ગીતોની લિપ્સિંગ અને એક્ટિંગની ફેશન હવે હિંદી ભાષીઓ ઉપરાંત અલગ-અલગ ભાષાઓના લોકો પણ પેશન બની ગયા છે. 

1995માં આવેલી કાજોલ અને શાહરૂખની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગે' અને વર્ષ 1975માં આવેલી અમિતાભ બચ્ચન સંજીવ કુમાર અને ધર્મેન્દ્રની ફિલ્મનું આજે પણ પોતાનું મહત્વ છે. આ ફિલ્મો બોલીવુડની આઇકોન ફિલ્મ છે. જેમને વિદેશોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news