અકસ્માતને રોકવા માટે ST વિભાગનો મહત્વનો નિર્ણય, ડ્રાઇવર અને કંડક્ટરે કરવું પડશે આ નિયમનું પાલન

ST તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવર અને કન્ડક્ટર તથા અન્ય સ્ટાફે પણ આ નિયમનું પાલન કરવું પડશે. 

 

 અકસ્માતને રોકવા માટે ST વિભાગનો મહત્વનો નિર્ણય, ડ્રાઇવર અને કંડક્ટરે કરવું પડશે આ નિયમનું પાલન

નર્મદાઃ સલામત સવારી ST અમારી કદાચ આ સૂત્ર હવે સાકાર થઈ શકશે કેમકે ST વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. ST સ્ટાફ અને ખાસ કરીને ડ્રાઈવરો માટે આ નિયમ લાગુ કરવામાં આવ્ચો છે. આ નિર્ણયથી મુસાફરો અને ડ્રાઈવ કંડક્ટરને ફાયદો થશે તેવું તેવું લાગી રહ્યું છે.

ST વિભાગે નિર્ણય કર્યો છે કે ફરજ પર ચઢતા પહેલા દરેક કર્મચારીઓએ પોતાના પરિવારના સભ્યોનો ફોટો જોઈને જ ફરજ પર ચઢવું. આ નિયમનો આજથી અમલ કરી દેવામાં આવ્યો છે. આજથી ભરૂચ અને નર્મદા જિલ્લાના 588 ડ્રાઈવરોએ આ નિયમનું પાલન કર્યું હતું.

ST વિભાગના આ નિર્ણથી અકસ્માતનું પ્રમાણ ઘટશે. ST વિભાગના આ નિર્ણયને ડ્રાઈવર,કંડક્ટર સહિત મુસાફરો પણ આવકારી રહ્યા છે.

ડ્રાઈવરોને તેમના પરિવારની છબી યાદ કરાવે છે કે બસમાં સવાર મુસાફરો પણ એક પરિવાર છે. મુસાફરો સલામત પહોંચવા રાહ જોઈ રહ્યા છે જેથી જોખમ ભર્યું ડ્રાયવીંગ કરતા બસ ચાલક જરા અટકી જાય. હવે જોવું રહ્યું કે આ પ્રયોગ કેટલો કારગર નીવડશે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news