BOX OFFICE પર દોડી 'રેસ 3', બે દિવસમાં અધધધ કમાણી

આ ફિલ્મને ઠીકઠાક રિવ્યુ મળ્યો છે

BOX OFFICE પર દોડી 'રેસ 3', બે દિવસમાં અધધધ કમાણી

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સલમાન ખાન, બોબી દેઓલ, સાકિબ સલીમ, અનિલ કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ અને ડેઇઝી શાહને ચમકાવતી 'રેસ 3' આ શુક્રવારે રિલીઝ થઈ છે. 'રેસ' ફ્રેન્ચાઇઝની પહેલી 2 ફિલ્મોમાં સૈફ અલી ખાન લીડ રોલમાં હતો પણ 'રેસ 3'માં પહેલીવાર સલમાન ખાન જોવા મળ્યો છે. સલમાન ખાન ફિલ્મ્સ તેમજ રમેશ તૌરાની દ્વારા નિર્મિત આ ફિલ્મને ટિપ્સ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને એના ડિરેક્ટર રેમો ડિસુઝા છે. 

'રેસ 3'નો રિવ્યુ કંઈ ખાસ નથી પણ આમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 29.17 કરોડ રૂ. તેમજ બીજા દિવસે 38.14 કરોડ રૂ.ની કમાણી કરી. આમ, આ ફિલ્મે બોક્સઓફિસ પર કુલ 67.31 કરોડ રૂ.ની કમાણી કરી છે. આમ, 'રેસ 3' 2018ની સૌથી વધારે ઓપનિંગવાળી ફિલ્મ બની ગઈ છે. 

— taran adarsh (@taran_adarsh) June 17, 2018

સલમાનની મોટાભાગની ફિલ્મો સારી ઓપનિંગની કમાણી કરે છે. સલમાનની 'પ્રેમ રતન ધન પાયો' 12 નવેમ્બર, 2015ના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 40.35 કરોડ રૂ.ની કમાણી કરી હતી. પહેલા દિવસની કમાણીના મામલે સલમાનની અત્યાર સુધીની આ સૌથી મોટી ફિલ્મ છે. 

સલમાનની 'સુલતાન'ની પહેલા દિવસની કમાણી 36.54 કરોડ રૂ, 'ટાઇગર ઝિંદા હૈં'ની કમાણી 34 કરોડ રૂ. તેમજ 'એક થા ટાઇગર'ની પહેલા દિવસની બોક્સઓફિસ કમાણી 32.92 કરોડ રૂ. નોંધાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news