આ માતા પોતાના સંતાનના રસ્તા પર નાખે છે ખીલા, ગીનિસ રેકોર્ડ પણ નોંધવાની તૈયારી

દરેક માતા-પિતા પોતાની દીકરીની ખુબ સાચવીને મોટી કરે છે, ખાસ કરીને તેને કઈ ન થાય તેવી કાળજી પણ લેતા હોય છે, પરંતુ સાથે સાથે તે મજૂબત બને તેવો પણ પ્રયાસ હંમેશા તેમનો હોય છે, ત્યારે સુરતની એક માતાએ પોતાની દીકરીને મજબૂત બનાવવા માટે ખુબ હિંમત ભર્યો પ્રયાસ કર્યો છે. માતાએ પોતાની દીકરીને અણીદાર ખીલાઓ ઉપર સુવડાવી એક અનોખી આર્ટ શીખડાવી છે. દીકરીને પ્રોત્સાહન આપવા માટે પોતે 41 વર્ષના હોવા છતાં માતા પણ આવી જ રીતે નેઈલ બેડ પર પ્રેક્ટિસ કરે છે. આઠ મહિનાની પ્રેક્ટિસ બાદ તેઓએ આર્ટમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ અટેમ્પ કર્યા છે. 
આ માતા પોતાના સંતાનના રસ્તા પર નાખે છે ખીલા, ગીનિસ રેકોર્ડ પણ નોંધવાની તૈયારી

સુરત : દરેક માતા-પિતા પોતાની દીકરીની ખુબ સાચવીને મોટી કરે છે, ખાસ કરીને તેને કઈ ન થાય તેવી કાળજી પણ લેતા હોય છે, પરંતુ સાથે સાથે તે મજૂબત બને તેવો પણ પ્રયાસ હંમેશા તેમનો હોય છે, ત્યારે સુરતની એક માતાએ પોતાની દીકરીને મજબૂત બનાવવા માટે ખુબ હિંમત ભર્યો પ્રયાસ કર્યો છે. માતાએ પોતાની દીકરીને અણીદાર ખીલાઓ ઉપર સુવડાવી એક અનોખી આર્ટ શીખડાવી છે. દીકરીને પ્રોત્સાહન આપવા માટે પોતે 41 વર્ષના હોવા છતાં માતા પણ આવી જ રીતે નેઈલ બેડ પર પ્રેક્ટિસ કરે છે. આઠ મહિનાની પ્રેક્ટિસ બાદ તેઓએ આર્ટમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ અટેમ્પ કર્યા છે. 

કોઈ એક ખીલો જો વ્યક્તિને વાગી જાય તો તેમની સ્થિતિ શું થતી હશે તે દરેક વ્યક્તિ સમજી શકે છે. પરંતુ સુરત શહેરની 41 વર્ષીય માતા અને દીકરી એક બે કે ત્રણ નહીં પરંતુ સેંકડો ખીલાઓ ઉપર સુઈ એક ખાસ આર્ટની પ્રેક્ટિસ કરે છે. આ આર્ટને નેઈલ બેડ કહેવામાં આવે છે. લાકડા ઉપર અનેક અણીદાર ખીલાઓ હોય છે. 15 કિલોના આ નેઇલ બેડ ઉપર સૂઈ જવું એ ખૂબજ ઘાતક અને જીવલેણ સાબિત થઇ શકે છે. પરંતુ સુરતની માતા દીકરી આ ખૂબ જ સહેલાઈથી આ મુશ્કેલ આર્ટ કરી લેતી હોય છે. 

શહેરના પાલ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય કરિશ્માબેનને સંતાનમાં બે દીકરીઓ છે જેમાંથી એકની ઉંમર 17 વર્ષ અને બીજીની ઉંમર 13 વર્ષ છે. દીકરીઓને મજબૂત બનાવવાના ઈરાદે તેમણે પોતાની દીકરીઓને માર્શલ આર્ટ્સના ક્લાસ પણ કરાવ્યા છે. સાથે સાથે નેઈલ બેડ પર પણ પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. નેઈલ બેડ સાદી ભાષામાં ખીલા લગાડેલા પાટીયા તરીકે ઓળખાય છે. જેની પર એક પછી એક લેયર બનાવીને રેકોર્ડ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે દીકરીઓને પ્રેક્ટિસ કરવાની સાથે માતા પોતે પણ છેલ્લા આઠ મહિનાથી નેઈલ બેડ પર પ્રેક્ટિસ કરે છે. 

જોકે માતા કરિશ્માબેન અને તેમને મોટી દીકરી દિયા રેકોર્ડ એટેમ્પટ કરી ચુક્યા છે. આ અંગે માતા કરિશ્માબેન વાસણવાળાએ જણાવ્યું હતું કે, મારી દીકરી શારીરિક અને માનસિક રીતે મજબૂત થાય તે માટે તેને માર્શલ આર્ટ શીખવાડી રહી હતી. આ વચ્ચે મને ખબર પડી કે નેઈલ બેડ એ ખૂબ જ અઘરું હોય છે મારી દીકરી આર્ટ શીખે તે માટે હું છેલ્લા સાત-આઠ મહિનાથી દર રવિવારે નવસારી જઈને વિસ્પી કાસદ સર પાસે પ્રેક્ટીસ કરીએ છીએ. મારી મોટી દીકરી ડીમોટીવેટ ન થાય તે માટે મેં પણ તેની જોડે પ્રેક્ટિસ કરવાનું શરૂ છે. હું અને મારી દીકરી સહિત નવ જેટલી યુવતી અને મહિલાઓએ આ નેઈલ બેડ ટાસ્ક ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કર્યું છે અને અમને આશા છે કે અમે આ રેકોર્ડ મેળવી લઈશું. 

એક તરફ ખીલાવાળા પાટિયામાં 120 ખીલા -આ અંગે દિયાએ જણાવ્યું હતું કે અમેં જે નેઈલ બેડનો ઉપયોગ કરીએ છે તેમાં 14 કિલોગ્રામના બન્ને બાજુ ખીલાવાળા પાટીયામાં 264 ખીલા 1 ઈંચના અંતરે હોય છે. દરેક ખીલા શાર્પ તેમજ 4 ઈંચના હોય છે. જ્યારે એક તરફ ખીલાવાળા પાટિયામાં 120 ખીલા હોય છે. પ્રેક્ટિસ કરતી વખતે ઘણી ઈજાઓ પણ પહોંચી છે અને લોહી પણ નીકળ્યું છે અને ઈજાના નિશાન હજી સુધી શરીર પર છે પરંતુ અમે હાર માની નથી.

આ મુશ્કિલ ટાસ્ક હોય છે. જેમાં જીવ જવાનો ખતરો પણ હોય છે. મુશ્કેલ ટાસ્કની પ્રેક્ટિસ કરવા માટે મારી માતા પણ મારી સાથે આ ટાસ્કમાં જોડાઈ હતી. દિયાની શાળાના આચાર્ય ઊર્વી પટેલે જણાવ્યું હતું કે દિયા ભણતરની સાથે માર્શલ આર્ટ્સમાં પણ પારંગત છે. એટલે જ અમે તેને તક આપી એ છે કે તે આગળ જઈને આ એક્ટિવિટીમાં ભાગ લે અને તેની દરેક એક્ટિવિટીમાં તેની શાળા હંમેશા મદદ કરતી હોય છે. અમને ગર્વ છે કે આટલો મુશ્કેલ ટાસ્ક અમારી શાળાની વિદ્યાર્થિની કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news