પાટણની વર્ષોજૂની માંગ પુરી થઇ પણ હવે તે શાપ સાબિત થઇ રહી છે

 શહેરની પ્રજાની વર્ષો જૂની માંગણી પાટણ - કાંસા - ભીલડી રેલવેની માંગ તો સંતોષાઈ પરંતુ જે વિસ્તારમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે તે વિસ્તાર માંથી અવર જવર કરવાનો માર્ગ બંધ કરવાની રેલવે વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે. પાટણ -કાંસા-ભીલડી રેલવે ની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં પાટણ શહેરીજનો માં અનેરી ખુશી જોવા મળી હતી. જો કે આ ખુશી કેટલાક વિસ્તારો માટે મુશ્કેલી રૂપ બનવા પામી છે.
પાટણની વર્ષોજૂની માંગ પુરી થઇ પણ હવે તે શાપ સાબિત થઇ રહી છે

પ્રેમલ ત્રિવેદી/પાટણ:  શહેરની પ્રજાની વર્ષો જૂની માંગણી પાટણ - કાંસા - ભીલડી રેલવેની માંગ તો સંતોષાઈ પરંતુ જે વિસ્તારમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે તે વિસ્તાર માંથી અવર જવર કરવાનો માર્ગ બંધ કરવાની રેલવે વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે. પાટણ -કાંસા-ભીલડી રેલવે ની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં પાટણ શહેરીજનો માં અનેરી ખુશી જોવા મળી હતી. જો કે આ ખુશી કેટલાક વિસ્તારો માટે મુશ્કેલી રૂપ બનવા પામી છે.

જેમાં પાટણ નજીક અનાવડા ગામ પાસેથી રેલવે ટ્રેક પસાર થતા ત્યાંનો માર્ગ રેલવે વિભાગ દ્વારા બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગ્રામજનોને પોતાના ખેતરોમાં અવર જવર તેમજ ખેતરોમાં જે પાક હોય તેને લાવવામાં ભારે મુશ્કેલી પડે તેમ છે. જે અવર જવર માટે ગરનાળુ બનાવવામાં આવ્યું છે. તે નાનું અને તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવા ના પગલે અવર જવર કેવી રીતે કરવી તે વિમાસણ માં મુકાઈ જવાં પામ્યા છે.

ફાટક ની બીજી તરફ ખેડૂતો ની મોટા પ્રમાણ માં જમીન છે અને રોજે રોજ અવર જવર કરવાની હોય છે અને જે પાક તૈયાર થાય તેને વાહનો મારફતે લાવવો પડે છે અને આ ગરનાળા માંથી વાહન તો પસાર થાય તેવી કોઈ શક્યતા નથી જેથી આ મામલે રેલવે સત્તાધીશો ને રજુઆત કરી છે અને આગામી દિવસ માં  પાટણ કલેકટર ને પણ રજુઆત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news