પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો કરવા કાઠી સમાજના આ નેતાએ કસ્યો ગાળીયો

જિલ્લામાં વિપક્ષના નેતાથી નારાજ પૂર્વ કોંગી ધારાસભ્ય પ્રતાપ વરૂએ સમગ્ર અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજનું સમેલન બોલાવીને આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે કાઠી ક્ષત્રિય સમાજનું વાવાજોડું ઉભું થયું છે.
 

પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો કરવા કાઠી સમાજના આ નેતાએ કસ્યો ગાળીયો

કેતન બગડા/અમરેલી: જિલ્લામાં વિપક્ષના નેતાથી નારાજ પૂર્વ કોંગી ધારાસભ્ય પ્રતાપ વરૂએ સમગ્ર અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજનું સમેલન બોલાવીને આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે કાઠી ક્ષત્રિય સમાજનું વાવાજોડું ઉભું થયું છે.

લોકસભાની ચૂંટણી અવતાજ મતદાતાઓનો અમૂલ્ય મતનું મૂલ્ય સમજાવવા અમરેલી જિલ્લામાં કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂની આગેવાનીમાં અમરેલીમાં યોજાયું હતું. અને કાઠી સમાજના 2 હજાર અગ્રણીઓ ભેગા થઈને એક સુરે સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપ વરૂની અધ્યક્ષતામાં યોજાયેલ હતું. જ્યારે શિક્ષણ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ દોઢેક લાખનું મતદાન ધરાવતા કાઠી સમાજની પડખે રહેશે તેને સહકાર આપવાની વાત કરી હતી.

વડોદરા: મતદાન જાગૃતિ લાવવા દિવ્યાંગ મતદારોને માર્ગદર્શન આપશે એપ

રાજુલાના કોંગી પૂર્વ ધારાસભ્ય અને કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે અણબનાવ ચાલતો હોવાથી કોંગ્રેસથી ભારોભાર નારાજ હોય અને કોંગ્રેસને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂએ સમાજનું સમેલન બોલાવીને ધાનાણી સામે નવો મોરચો ખોલતા જણાવ્યું હતું.

મતદાર જાગૃતિ માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત અપનાવવામાં આવ્યો નવો અભિગમ

આ સંમેલનમાં ખાસ કરીને કાઠી સમાજમાં ભણતર, એકતા તેમજ સમાજ કઈ રીતે આગળ આવે અને સમાજમાં વર્ચસ્વ જળવાઈ રહે તે માટે સમાજના દરેક લોકોએ આહવાન કર્યું હતું. કાઠી સમાજની અવગણના પણ થાય છે તે માટે સમાજે હવે જાગૃત થવું પડશે તેમ કાઠી સમાજના અગ્રણીએ જણાવ્યું હતું.

 

નેતા વિપક્ષ ધાનાણીના ગઢમાં કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. પૂર્વ કોંગી ધારાસભ્ય પ્રતાપ વરૂએ ધાનાણી સામે માંડ્યો મોરચો માંડ્યો છે. ત્યારે 2 હજાર કાઠી ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં ઉમટ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં કાઠી સમાજનું પ્રભુત્વ રહે તે તરફ મતદાન કરવાની હાંકલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news