અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજનો કાચ તૂટી ગયો

રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ  કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે.

Trending Photos

અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજનો કાચ તૂટી ગયો

ઝી ન્યૂઝ/અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદવાસીને અટલ બ્રિજનું એક નવા નજરાણાની ભેટ મળી હતી. પરંતુ હાલ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સાબરમતી રિવર ફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા મહિનાઓ પહેલા જ મોરબી પુલ દુર્ઘટના બની હતી, જેના કારણે લોકો હવે સાવધાની વર્તી રહ્યા છે.

રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ  કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે. હાલ આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનિય બનવા ન બને તેના માટે તંત્ર એ બેરિકેટ લગાવી દીધા છે અને શહેરીજનો અને બહારથી આવતા લોકોને આ જગ્યાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.  

— Zee 24 Kalak (@Zee24Kalak) April 5, 2023

મહત્વનું છે કે, હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા છે.

શું છે ખાસયિતો?

  • 2100 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ...
  • બ્રિજની લંબાઈ 300 મીટર...
  • પહોળાઈ 10થી 14 મીટર... 
  • RCC ફ્લોરિંગ, પ્લાન્ટર, 
  • સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ...
  • 74.29 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે. 
  • સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડશે. 
  • રેલિંગ કાચ અને સ્ટેઈનલેસ સ્ટીલમાંથી તૈયાર કરાઈ છે. 
  • બ્રિજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ 
  • બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
  • RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
  • પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
  • ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન
  • વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર
  • વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા
  • ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરિંગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરિંગ
  • ઈવેન્ટ   ગ્રાઉન્ડ, કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક LED લાઈટ
  • 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો ફૂટ ઓવરબ્રિજ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news