જેલમાં યુવાનના મોત બાદ પરિવારે હાઇવે ચક્કાજામ કર્યો, ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ

ગઇ કાલે સબજેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદનાં ગઢડાની સબ જેલમાં આરોપી યુવાનનું મોત થઇ ગયું હતું. જેના પગલે પરિવારે તેના પર અમાનવીય દમન ગુજારવામાં આવ્યું હોવાના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનનો કાલે ઘેરાવ કર્યો હતો. જો કે પોલીસે જેમ તેમ સમજાવીને કાલે મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યું હતું. જેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો ઇનકાર કરી દીધો છે. 

જેલમાં યુવાનના મોત બાદ પરિવારે હાઇવે ચક્કાજામ કર્યો, ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ

ભાવનગર : ગઇ કાલે સબજેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદનાં ગઢડાની સબ જેલમાં આરોપી યુવાનનું મોત થઇ ગયું હતું. જેના પગલે પરિવારે તેના પર અમાનવીય દમન ગુજારવામાં આવ્યું હોવાના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનનો કાલે ઘેરાવ કર્યો હતો. જો કે પોલીસે જેમ તેમ સમજાવીને કાલે મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપ્યું હતું. જેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો ઇનકાર કરી દીધો છે.

No description available.

ગઢડાની સબજેલમાં આરોપીનું મોત નિપજ્યું હતું
ગઢડા સબ જેલમાં વિક્રમ મીઠાપરા નામના યુવાનનું મોતની ઘટનામાં ભારે ચકચાર મચી છે. હાલ આ મૃતકની લાશને પેનલ પીએમ માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જયારે મોટી સંખ્યામાં સમાજના લોકો અહી એકત્રિત થઇ જ્યાં સુધી પેનલ પીએમનો રીપોર્ટ ન આવે અને તેમાં પણ તેમની જે શંકા છે કે માર મારવાના કારણે મોત થયું છે. ત્યારે જવાબદાર કર્મીઓ સામે પગલા ભરવામાં નાં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવો ઇનકાર પરિજનો એ કર્યો છે. 

No description available.

પેનલ પીએમના રિપોર્ટ બાદ મૃતદેહ સ્વિકારીશું
હાલ પેનલ પીએમ થઇ જતા અને તેના રીપોર્ટને ૪૮ થી ૭૨ કલાકનો સમય લાગે છે. જેથી રીપોર્ટ બાદ લાશ સ્વીકારવી કે નહિ તે નિર્ણય કરાશે તેવું સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહીની માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે, હાલ તો પરિવાર દ્વારા હાઇવે ચક્કાજામ કરવામાં આવતા પોલીસ અને પરિવારના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. 

No description available.

No description available.

ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ...
ગઢડાની સબ જેલમાં ઢસા પોલીસ સ્ટેશનના આરોપીના મોતના મામલે પોલીસ આક્રમક બની છે. વિક્રમ સુરેશ મીઠાપરા ઉવ.30 નું વહેલી સવારે મોત થયું હતું. મૃતદેહને પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જો કે પરિવારજનો દ્વારા હજુ પણ મૃત્યદેહનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની તેમની માંગ હતી. આ સમગ્ર મામલાને લઈને આજે ઢસા ગામે દેવીપૂજક સમાજના લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. દેવીપૂજક સમાજના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અંદાજીત બે થી ત્રણ પોલીસ કર્મચારીઓ ને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news