ખાડીઓએ ફેરવી સુરતની 'સુરત', વરસાદ અને દરિયાએ સ્થિતી બગાડી
Trending Photos
સુરત : સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદનાં પગલે સુરતની સ્થિતી કફોડી થઇ છે. ખાડીના કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને 2006 ના વર્ષમાં આવેલા પુરની યાદ તાજી થઇ છે. સુરતના માંગરોળ, કીમ, પલસાણા સહિતના વિસ્તારોમાં ત્રણ દિવથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ પાણી સુરતની ખાડીમાં આવે છે. જેના પગલે ખાડી ઓવરફ્લો થઇ ચુકી છે. જેના પગલે કાંઠાના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં કમર કમર સુધીના પાણી ભરાયા છે.
લિંબાયત ઝોનમાં સૌથી વઘારે ખરાબ છે. મીઠી ખાડી વિસ્તારમાં સ્થિતી સૌથી ખરાબ છે.
સુરતમાં હાલ ખાડી કિનારાના વિસ્તારોમાં હાલ પુર જેવી સ્થિતી થઇ છે. ખાડીઓના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદના પગલે સ્થિતી કથળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાડીઓનાં કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વિસ્તારના પગલે તમામ પાણી સુરતની ખાડીમાં ભળે છે. જેના કારણે ખાડીના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા છે. પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાંથી 700 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાણીમાં ફસાયેલા 162 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પુરને તાપી નદી સાથે કોઇ લેવા દેવા નથી.
ખાડીઓના પાણી લોકોના ઘર અને શેરીમાં ઘુસી ગયા છે. સૌથી વધારે અસર લિંબાયત ઝોનમાં થઇ છે. લિંબાયત ઝોન ઓફીસમાં પણ પાણી ઘુસી ગયા છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં ખાડીના પાણી ઘુસી ગયા બાદ જો ઉપરવાસમાં વરસાદ થાય તો એક કે બે દિવસમાં ઓસરી જતું હોય છે.
હાલ તંત્ર તરફથી વિસ્તારમાં રહેતા અને ખાસ કરીને નીચે રહેતા લોકો પર ઉપરના ફ્લોર પર ખસેડવામાં આવ્યો છે. ફુડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમુક લોકોને નજીકની ખસેડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે