સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતા ચિંતા વધી, અનેક વિસ્તારોમાં છાતીસમા પાણી
Trending Photos
સુરત : એક બાજુ કોરોના અને બીજી તરફ ભારે વરસાદના પગલે શહેરની આસપાસ ઉભરાઇ રહેલી ખાડીઓએ સુરતની સુરત બગાડી નાખી છે. શહેરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા બાદ વરસાદ ચાલુ રહેતા બપોર સુધી ચાર ઇંચ જેટલો વધારે વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ખાડીઓના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઇ રહ્યું છે.
કિનારાના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક લોકો ફસાયાનાં અહેવાલ બાદ ફાયર વિભાગે લોકોને બચાવવાની કામગીરી ચાલુ કરી દીધી છે. ખાડી કિનારાનાં લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વરસાદનાં પગલે સુરતના રસ્તાઓ પર 15 જેટલા ઝાડ પડ્યા છે. જેના પગલે અનેક રસ્તાઓ બ્લોક થઇ ચુક્યા છે.
જિલ્લામાં સતત વરસાદના પગલે શુક્રવારે સવારે મીઠી ખાડીના ઉપરવાસનો ભાગ ઓવરફ્લો થયો હતો. જેના કારણે 250થી વધારે લોકોએ સ્થળાંતર કરવું પડ્યુ હતું. અનેક કિનારાના વિસ્તારમાં રહેતા વધારે જોખમી વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ઓછા જોખમી વિસ્તારોમાં લોકોને ફુડ પેકેટ જેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે