15 ઓગસ્ટ: PM મોદી કરી શકે છે આ જાહેરાતો, કોરોનાકાળમાં અલગ હશે સંબોધન
15 ઓગસ્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાતમી વખત દેશને લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધિત કરશે પરંતુ આ વખતનું સંબોધન ગત વખત કરતાં અલગ હશે. કારણ કે Corona કાળ ચાલી રહ્યો છે અને કોરોના કાળમાં દેશ અને સમગ્ર વિશ્વ ઘણા સંકટોમાંથી પસાર થઇ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: 15 ઓગસ્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાતમી વખત દેશને લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધિત કરશે પરંતુ આ વખતનું સંબોધન ગત વખત કરતાં અલગ હશે. કારણ કે Corona કાળ ચાલી રહ્યો છે અને કોરોના કાળમાં દેશ અને સમગ્ર વિશ્વ ઘણા સંકટોમાંથી પસાર થઇ રહ્યું છે. દરેક પરિસ્થિતિમાં દેશને એક નવી દિશા આપવા માટે દ્રઢ્ય સંકલ્પિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખ્તે પણ રાષ્ટ્રને પોતાના સંબોધન દ્વારા એક નવા યુગમાં લઇ જવાનો ભરપૂર પ્રયત્ન કરશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં ગત 6 વર્ષના કામકાજના લેખા-જોખા આપશે. તેના માટે એક મહિનાથી તૈયારીઓ અલગ-અલગ મંત્રલયો પાસેથી ઇનપુટ લઇને તૈયાર કરવામાં આવી રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ થઇ શકે છે. તો બીજી તરફ 370 અને 35a દૂર કરવાનું પણ વિશેષ મહત્વ રહેશે. પ્રધાનમંત્રી દેશને જણાવશે કે કેવી રીતે સદીઓ જૂના રામ મંદિર વિવાદનું સમાધાન કાઢ્યું અને હવે ભવ્ય રામ મંદિર નિર્માણની દિશામાં કદમ આગળ વધારી રહ્યા છે.
5 ઓગસ્ટના રોજ થયેલા પૂજનનો પણ ઉલ્લેખ કરી શકે છે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીના સંબોધનમાં કાશ્મીરનો ખાસ ઉલ્લેખ હોય શકે છે. કલમ 370 દૂર કર્યા બાદ કેવી રીતે કાશ્મીરમાં એક નવા યુગની શરૂઆત થઇ અને તેમની સરકારે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પુરી કરવા માટે, કેવી રીતે દ્રઢ સંકલ્પિત છે. ગત 1 વર્ષમાં જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ માટે ભરવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ થશે. એક વર્ષમાં વિકાસની યોજનાઓને ક્યાં ક્યાં અમલમાં લાવવામાં આવી, તે વિકાસ ગાઠાનો ઉલ્લેખ થશે. માનવામાં આવી રહ્યું છે કે જમ્મૂ અને કાશ્મીરને લઇને કેટલાક નવા એલાન પ્રધાનમંત્રી તરફથી કરવામાં આવી શકે છે.
Corona ને લઇને પ્રધાનમંત્રી દેશને ફરી એકવાર આશ્વસ્ત કરશે. જોકે Corona કાળમાં પ્રધાનમંત્રી જ્યારે પણ રાષ્ટ્રને સંબોધિત કર્યું છે કે લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે તેનાથી દેશને જલદી જ મુક્ત થઇ જઇશું. સરકાર દ્વારા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં ઉલ્લેખ થશે કે કેવી રીતે તમામ મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા. કેવી રીતે બધાની સાથે મળીને લોકોની તકલીફ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો. પ્રધાનમંત્રી તમામ મુખ્યમંત્રીઓને ધન્યવાદ પણ પાઠવી શકે છે. Corona ને લઇને બધાની ઉત્સુકતા તેની સારવાર અને વેક્સીનને લઇને છે.
કરી શકે છે મોટી જાહેરાત
માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી 15 ઓગસ્ટના રોજ તેને લઇને એક મોટી જાહેરાત કરી શકે છે. પહેલાં સમાચાર આવ્યા હતા કે ભારતમાં તેની વેક્સીન બનાવવાની દિશામાં સતત પ્રગતિ થઇ રહી છે. સૂત્રોના અનુસાર પ્રધાનમંત્રી ભારતીય વેક્સીનના બજારમાં આવતાં અને તેને તૈયાર થવા વિશે કોઇ નક્કર જાણકારી આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ Corona ને લઇને કરવામાં આવેલી સમીક્ષામાં આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ જ્યારે પણ વેક્સીન તૈયાર થાય, તો તેનો ઉપયોગ કેવી રીતે 7 પેજમાં કરવાનો છે. એટલે કે ભારતીય વેક્સીન જલદી બજારમાં આવશે તેની આશા આવતીકાલે પ્રધાનમંત્રી દેશને આપી શકે છે.
2014માં જ્યારે પ્રધાનમંત્રીએ દેશનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદથી જ સરકારી નોકરીઓમાં ઘણા પ્રકારના તેમણે રિફોર્મ કર્યા હતા. ખાસકરીને રિક્રૂટમેન્ટને લઇને. જેમ કે ગ્રુપ ડી માટે ઇન્ટરવ્યું ખતમ કરવું. વિદ્યાર્થીઓને એપ્લિકેશન ભરતી વખતે પોતાના સર્ટિફિકેટને જાતે જ અસ્ટેસ્ટેડ કરવા વગેરે.
સૂત્રોના અનુસાર આ દિશામાં પ્રધાનમંત્રી એક મોટા નિર્ણયની જાહેરાત આવતીકાલે કરી શકે છે. National recruitment agency ની જાહેરાત કરવામાં આવી શકે છે. એટલે કે રાષ્ટ્રીય સ્તર થનારી અલગ-અલગ વિભાગો અલગ-અલગ સંસ્થાઓ માટે જે પરીક્ષા અલગ-અલગ થાય છે તેના માટે એક એજન્સીને સુપુર્દ કરવામાં આવી શકે છે. ભલે તે બેંક હોય, રેલવે હોય કે પછી અન્ય સ્ટૂડન્ટ એકવાર પરીક્ષા આપશે તો તેના ગુણ પ્રમાણે આગામી 3 વર્ષ સુધી તેનો વારો આવવાની સંભાવના રહેશે અને તેને અલગ-અલગ નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષા આપવાની જરૂર નહી પડે. એક મોટી થઇ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સ્વાસ્થ્યને લઇને ઇંફ્રા સેક્ટરના વિકાસ માટે ઘણી મોટી જાહેરાત કરી શકે છે. ગત વખતે પીએમ મોદીએ દેશમાં 'વન નેશન વન રાશન કાર્ડ'ની જાહેરાત કરી હતી. આ વખતે પીએમ મોદી 'વન નેશન વન હેલ્થ કાર્ડ'ની જાહેરાત કરી શકે છે. આ યોજનાની સાથે દેશના તમામ નાગરિકોને એક હેલ્થ કાર્ડ બનશે.
પ્રધાનમંત્રીના ભાષણમાં સીમા સુરક્ષાનો ઉલ્લેખ થશે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના સીમા પર ગતિવિધિઓનો ઉલ્લેખ થશે. રાફેલ ભારતીય વાયુસેનાને મળ્યું તેનો જોશીલો ઉલ્લેખ થશે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સૈનિકોની બહાદુરીનો ઉલ્લેખ થશે. પ્રધાનમંત્રી દેશને એ પણ આશ્વસ્ત કરી શકે છે ભારતની 1 ઇંચ ભૂમિ પર પણ કોઇ આંખ ઉઠાવીને જોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે