ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને કોર્ટે આપ્યો મોટો ઝટકો

ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને જામીન અરજીને લઈને મોટો ઝટકો લાગ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

ISKCON Bridge Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને કોર્ટે આપ્યો મોટો ઝટકો

ISKCON Bridge Accident: ઝી બ્યુરો/અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન તથ્યના વકિલ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો મળે છે. 

ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. તા તો સામે સ્પેશ્યલ સરકારી વકિલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યુ હતુ કે અકસ્માત સમયે 141.27ની સ્પીડે કાર હોવાનો પુરાવો છે, સાથે જ જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે તેણે બ્રેક મારવાનો કોઈ જ પ્રયાસ કર્યો નથી. તેથી આરોપીને જામીન આપવા જોઇએ નહીં. 

આ મામલે બંને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો 24મી ઓગષ્ટ પર મુલત્વી રાખ્યો હતો અને આજે કોર્ટે જામીન અરજી ના મંજુર કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news