Jio ના ગ્રાહકો માટે જબરદસ્ત મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો પ્લાન, જાણો વિગતો
Reliance Jio એ સૌથી સસ્તા પ્રીપેડ પ્લાનને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે. હવે જિયોનો સૌથી સસ્તો પ્લાન કયો છે તે તમારે જાણવું ખાસ જરૂરી છે.
Trending Photos
રિલાયન્સ જિયોએ પોતાનો સૌથી સસ્તો 119 રૂપિયનો પ્રીપેડ પ્લાન પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે. જિયોએ આ પ્લાનને 2021ના અંતમાં ટેરિફ વધારા બાદ રજૂ કર્યો હતો. અત્રે જણાવવાનું કે 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલિડિટીની સાથે ગ્રાહકોને 1.5જીબી ડેઈલી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસ મળતા હતા. પરંતુ આ પ્લાન હવે દેશના કોઈ પણ ભાગમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. જિયોના ગ્રાહકોએ હવે સૌથી સસ્તા પ્લાન માટે 30 રૂપિયા વધુ ખર્ચવા પડશે. જિયોનું આ પગલું બિલકુલ એવું જ છે જેવું એરટેલે કર્યું હતું અને તેનાથી કંપનીને પ્રતિ યૂઝર એવરેજ રેવન્યૂ (એઆરપીયુ) ના આંકડા સુધારવામા મદદ મળશે.
જિયોનો સૌથી સસ્ત પ્લાન હવે 149 રૂપિયાવાળો પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને શું શું મળશે તે પણ જાણો.
રિલાયન્સ જિયોનો 149 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં 20 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને જિયો સિનેમા, જિયોક્લાઉડ, અને જિયો ટીવીની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેઈલી 100 એસએમએસ અને ડેઈલી 1 જીબી ડેટા મળે છે. અત્રે જણાવવાનું કે આ પ્લાન જિયોના 5જી વેલકમ ઓફર માટે એલિજિબલ નથી જેમાં યૂઝર્સને ટ્રુલી અનલિમિટેડ 5જી ડેટા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે