આનંદો! ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પડી, આટલો મળશે પગાર

Gyansahayak bharti: ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી થશે. 26 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાની થશે શરૂઆત. જેમાં 24 હજાર રૂપિયા સુધીનું મહેનતાણું મળશે. 

આનંદો! ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પડી, આટલો મળશે પગાર

Gyansahayak bharti: એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષક (Teachers)નો સિંહ ફાળો હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં છેલ્લા છ વર્ષથી કોઈ જ વધારો કરવામાં ન આવતા આવા શિક્ષકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ છે. કારમી મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરતાં -કરતાં આવા શિક્ષકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. 

જરૂરી માહિતી

  • જગ્યાનું નામઃ જ્ઞાન સહાયક (માધ્યમિક)
  • ઓનલાઈન અરજી કરવાની તારીખઃ 26/08/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખઃ 04/09/2023
  • પગાર ધોરણઃ રૂ.24,000/- ફિક્સ
  • વય મર્યાદાઃ 40 વર્ષ (વધુમાં વધુ 40 વર્ષ)

11 મહિનાના કરાર આધરિત કરાશે ભરતી
ગુજરાતની માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક માટે 26 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીમાં શિક્ષકોને 24 હજાર રૂપિયા મહેનતાણું આપવાનું નક્કી કર્યું છે.

No description available.

શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવશે. જેમાં ઉમેદવારો ઓનલાઈન 26 ઓગસ્ટથી અરજી કરી શકશે. ઉમેદવારો 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારને માસિક ફિક્સ 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે.

ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news