વડોદરા દુર્ઘટનામાં ઘાયલોને કંપનીએ નથી ચુકવી કોઇ સહાય, કંપનીનાં માલિકો હજી પણ ફરાર

ગવાસદ ગામના એમ્સ ઇન્ડ કંપનીમાં બ્લાસ્ટનો મામલો, પાંચ પાંચ દિવસ થયા છતાં કંપનીના માલિક પોલીસ પકડ થી દુર છે. લોલા ગામના બે યુવાનોને ગંભીર ઇજાઓ હોવાથી સારવાર માટે દવાખાનામાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ પરિજનોની સ્થિતી દયનીય બની છે. કંપની તરફથી ઇજાગ્રસ્તોને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી. પરિવારજનો અને ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા દુર્ઘટનામાં ઘાયલોને કંપનીએ નથી ચુકવી કોઇ સહાય, કંપનીનાં માલિકો હજી પણ ફરાર

મિતેશ માળી/વડોદરા : ગવાસદ ગામના એમ્સ ઇન્ડ કંપનીમાં બ્લાસ્ટનો મામલો, પાંચ પાંચ દિવસ થયા છતાં કંપનીના માલિક પોલીસ પકડ થી દુર છે. લોલા ગામના બે યુવાનોને ગંભીર ઇજાઓ હોવાથી સારવાર માટે દવાખાનામાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ પરિજનોની સ્થિતી દયનીય બની છે. કંપની તરફથી ઇજાગ્રસ્તોને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી. પરિવારજનો અને ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલ એમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતા, 6 લોકોનાં મોત થતા પાદરાના વડું પોલીસ મથકે, કંપનીના 5 જવાબદાર સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં 3 ની ધરપકડ કરવામાં આવી હતી. અને હજુ પણ કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ ડાયરેકટર શ્વેતાસુ પટેલ હજુ પણ પોલીસ પકડ થઈ દૂર છે. જેની સામે અનેક સવાલો ઉભા થયા હતા.

પાદરાના લોલા ગામના સંજય પઢીયાર અને વિનોદ નાયકને ગંભીર ઇજાઓ થતા તેઓ અટલાદરા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા આવ્યા છે. જેમાં સંજય પઢીયારને ગંભીર ઇજાઓ થતા તેના પરિવારની હાલત દયનિય છે. સંજયના માથે 8 સભ્યોનું ગુજરાન ચલાવાની જવાબદારી છે અને  તે જ વ્યક્તિ આજે દવાખાને છે. તેના પત્ની વાત કરતા કરતા..ધુર્સક ધૂસ્સેક રડી પડ્યા હતા. કંપનીનો કોઇ પણ જવાબદાર વ્યક્તિ તેમને મળવા નહી આવ્યો હોવાનો વસવસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

જ્યારે  લોલા ગામના વિનોદ નાયકને પણ પગ ગંભીર ઈજાઓ થતા તેં પણ દવાખાને  સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. વિનોદના પિતા પરસોત્તમભાઈ પણ પગમાં પણ ઈજાઓ છે અને પરિવાર માં 5 સભ્યોનું વિનોદ ભરણ પોષણ  કરતો હતો. જે દવાખાને હોવાથી પરિવાર પર આફત આવી પડી છે. પરિવારની પણ દયનિય હાલત છે તેના પિતા એ કંપની પાસે  સારા વળતર ની માગ કરી હતી. 

લોલા ગામના બન્ને ઇજાગ્રસ્તોના પરીવારજનો ની દયનીય હાલત છે અને કંપની તરફથી કોઈ સહાય પણ ચુકવવામાં આવી નથી. કંપનીના માલિક અને ડાયરેકટર પણ હજુ પોલીસ પકડથી દુર હોવાથી ગ્રામજનોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાને 5 દિવસ થયા છતાં પણ કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાસુ પટેલ પોલીસ પકડથી દુર છે. જેની સામે  પાદરા ના ધારાસભ્ય પણ નારાજગી દર્શાવી હતી. અને આક્ષેપો કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news