ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત? સતત ઘટી રહેલા કેસ વચ્ચે આજે 5 કેસનો વધારો!

ગુજરાતમાં કોરોનાના આંકડા આવી ચુક્યાં છે. જો કે આજે આવેલા આંકડા ખુબ જ ચોંકાવનારા છે. આવતી કાલે કોરોનાના કુલ 17 કેસ આવ્યા હતા. જો કે આજે 22 કેસ આવ્યા છે. સતત ઘટી રહેલા કેસ વચ્ચે પહેલીવાર એવું થયું છે જ્યારે કોરોનાના કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,477 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 22,547 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત? સતત ઘટી રહેલા કેસ વચ્ચે આજે 5 કેસનો વધારો!

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા આવી ચુક્યાં છે. જો કે આજે આવેલા આંકડા ખુબ જ ચોંકાવનારા છે. આવતી કાલે કોરોનાના કુલ 17 કેસ આવ્યા હતા. જો કે આજે 22 કેસ આવ્યા છે. સતત ઘટી રહેલા કેસ વચ્ચે પહેલીવાર એવું થયું છે જ્યારે કોરોનાના કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ 29 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,477 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 22,547 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. જો કે આ વધારો ખુબ જ સામાન્ય છે પરંતુ ચિંતાજનક છે. કારણ કે ગત્ત માર્ચમાં ત્રીજા મહિના દરમિયાન જ પહેલા ખુબ જ સામાન્ય રીતે કેસમાં વધારો થયો હતો અને પછી અચાનક કોરોના વિસ્ફોટ થયો હતો.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 351 કેસ એક્ટિવ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 346 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,12,477 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10939 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશ અને વડોદરા કોર્પોરેશનમાં 5-5, ગાંધીનગર કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 755 ને પ્રથમ અને 7615 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 227 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2896 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 1602 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 9452 ને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 22,547 રસીના ડોઝ અપાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,47,10,591 ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news