સાવધાન! ગુજરાતમાં આતંક મચાવનાર આ ગેંગના સભ્યને ઓળખી લેજો, નહીં તો પછી કહેતા નહીં કે...

ઉધના પોલીએ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ઉધના પોલીસના સ્ટાફે ચોક્કસ માહિતીના આધારે આરોપી જરનેલસિંગ ઉર્ફે જલ્લુસિંગની પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી ચોરીની હોન્ડા સાઈન મોટર સાયકલ સાથે ઝડપી પાડયો હતો.

સાવધાન! ગુજરાતમાં આતંક મચાવનાર આ ગેંગના સભ્યને ઓળખી લેજો, નહીં તો પછી કહેતા નહીં કે...

ઝી બ્યુરો/સુરત: ઉના, વ્યારા, વડોદરા પોલીસ સ્ટેશનના ઘરફોડ, વાહન ચોરી સહિત લૂંટ જેવા ગુનાઓમાં નાસતા-ફરતા કુખ્યાત ચિકલીગર ગેંગના આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી શહેર અને અન્ય જિલ્લાઓના પોલીસ ચોપડે નોંધાયેલા કુલ 6 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. સુરતની ઉધના પોલીસે કુખ્યાત ચીકલીગર ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. જે આરોપી વિરુદ્ધ ઉના, વ્યારા અને વડોદરા પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ, વાહન ચોરી સહિત લૂંટ જેવા અનેક ગુના નોંધાઇ ચુક્યા છે.

ઉધના પોલીએ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ઉધના પોલીસના સ્ટાફે ચોક્કસ માહિતીના આધારે આરોપી જરનેલસિંગ ઉર્ફે જલ્લુસિંગની પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી ચોરીની હોન્ડા સાઈન મોટર સાયકલ સાથે ઝડપી પાડયો હતો. જે મોટર સાયકલ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પાંચ દિવસ અગાઉ પોતાના અન્ય સાગરીત શેરુંસિંગ ટાંક સાથે મળી પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી આ મોટરસાયકલની ચોરી કરી હતી. 

વધુમાં ઉધના પોલીસના હાથે ઝડપાયેલ આરોપી જરનેલસિંગે પોતાના અન્ય સાગરીતો સાથે મળી વર્ષ 2007 માં વડોદરા કારેલીબાગ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી. જેમાં તેના સાગરીતો ગુરમુખસિંગ અને શેરસિંગ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે પોતે પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ત્યારબાદ વર્ષ 2020માં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા ખાતે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ઘરમપાલસિંગ,સતુંસિંગ અને આયાસિંગની પોલીસે ધરપકડ કરી જરનેલસિંગને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ સાથે વર્ષ 2020 માં ગીર સોમનાથ માં ઇકો ફોર વ્હીલ કારની ચોરી કરી હતી. જેમાં પણ ઘરમપાલસિંગ, સતુસિંગ, આયાસિંગ ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પણ આરોપી પોતે વોન્ટેડ હતો. તેવી જ રીતે વર્ષ 2019માં તાપી જિલ્લાના વ્યારા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં આરોપી તિલકસિંગ નામનો સાગરીત ઝડપાઇ ગયો હતો પોતે આ ગુનામાં ફરાર હતો. જ્યારે વર્ષ 2020 માં પણ તાપી જિલ્લામાં ઘરફોડ ચોરી કરી હતી. જેમાં પણ તિલકસિંગની ધરપકડ કરાઈ હતી, જ્યારે સુરક સિકલકર અને જરનેલસિંગને વોન્ટેડ જાહેર કરાયો હતો.

આમ અલગ અલગ ગુનામાં આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. જે આરોપીની પુછપરછમાં ઉધના પોલીસે તાપી જિલ્લાના વ્યારા પોલીઆ મથકમાં નોંધાયેલા 2, પાંડેસરા પોલીસ મથક 1, વડોદરા 1, ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથક 2 મળી કુલ 6 ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતા. ઉધના પોલીસની તપાસમાં આરોપી જરનેલસિંગ અગાઉ પણ 14 જેટલા ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. પોલીસે હાલ તો આ ગુનામાં શેરુંસિંગ ટાંકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news