ભયનો માહોલ: ગુજરાતમાં અનોખી ઈયળોનો આતંક, માત્ર લાળ જ લોકોને પહોંચાડે છે હોસ્પિટલ
ભાવનગર અને ઘોઘા તાલુકાના દરિયાકાંઠાના ગામો જેમાં કુડા, કોળીયાક, હાથબ બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી કરોડોની સંખ્યામાં વિચિત્ર પ્રકારની ઈયળો આવી ચડી છે. તેમજ તેની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર અને ઘોઘા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી એક અનોખી ઈયળોનો આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં કરોડોની સંખ્યામાં એકાએક આટલી મોટી સંખ્યામાં ઈયળોના ઉપદ્રવ વધ્યો છે કે જેમાં ઈયળોની લાળ માનવ શરીરને સ્પર્શતા જ ખજવાળ સાથે લાલ ચાંઠા પડી જવા અને શરીરમાં સોજા આવી જાય છે. જેના કારણે અનેક લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દરિયાકાંઠા વિસ્તારના પર્યટન અને ધાર્મિક સ્થળો તેમજ ત્યાં આવેલી શાળાઓમાં પણ આ ઈયળોનો આતંક ફેલાતા તાકીદે આ ઈયળોના ઉપદ્રવને ડામવા લોક માંગ ઉઠી છે.
ભાવનગર અને ઘોઘા તાલુકાના દરિયાકાંઠાના ગામો જેમાં કુડા, કોળીયાક, હાથબ બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી કરોડોની સંખ્યામાં વિચિત્ર પ્રકારની ઈયળો આવી ચડી છે. તેમજ તેની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દર વર્ષે ઈયળો આ વિસ્તારમાં આ ઋતુમાં આવે છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આવી હોય અને જે માનવને નુકશાનકર્તા સાબિત થતા અનોખી ઈયળો માનવ માટે મુશ્કેલી સર્જી રહી છે.
કારણ કે આ દરિયાકાંઠા વિસ્તારના ગામો કે જે પર્યટન સ્થળો કે ધાર્મિક સ્થળો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા કે દર્શનાર્થે આવતા હોય છે. તેમજ હાથબ બંગલા ખાતે મંગલ ભારતી શાળા આવેલી છે, જ્યાં 200 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઈયળો આ વિસ્તારમાં ફેલાતા જો કોઈ વ્યક્તિ ઈયળના સીધા સંપર્કમાં આવે કે તેની લાળના સંમ્પર્કમાં આવે તો વ્યક્તિને ખજવાળ-લાલ ચાંઠા પડી જવા તેમજ શરીરે સોજા ચડી જવા કે કોઈને વધુ અસર થાય તો હોસ્પિટલમાં સારવારમાં ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.
ઈયળોએ આ વિસ્તારના બાવળોમાં પોતાનો અડ્ડો જમાવ્યો છે અને તેની નીચેથી આરામ કરવો કે પસાર થવું જોખમી બની રહ્યું છે. કારણ કે તેની લાળો સતત લટકી રહી છે અને જે સામાન્ય રીતે નજરે પડતી નથી. ત્યારે આ ઈયળોના ઉપદ્રવથી છુટકારો મેળવવા લોક માંગ ઉઠી છે. ખાસ તો દરિયા કાંઠાનો આ વિસ્તાર વનવિભાગમાં આવતો હોય ત્યારે તેમાં જરૂરી દવાનો છંટકાવ કરી ઈયળોના આતંકમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે