તાપીવાસીઓને લાગે છે કે કોરોના અસ્તિત્વમાં જ નથી, લગ્નમાં ભીડનો વધુ એક વીડિયો વાયરલ થયો

તાપીવાસીઓને લાગે છે કે કોરોના અસ્તિત્વમાં જ નથી, લગ્નમાં ભીડનો વધુ એક વીડિયો વાયરલ થયો
  • કપુરા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.
  • વ્યારાના કપુરા ગામે લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગર લોકો ઝૂમતા વીડિયો કેમેરામાં કેદ થયા

નરેન્દ્ર ભુવેચીત્રા/તાપી :ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના ઘરે કોરોનાકાળમાં યોજાયેલ પ્રસંગના પડઘા હાઈકોર્ટ સુધી પડ્યા છે. પ્રસંગનો વીડિયો વાયરલ થયા બાદ હાલ દેશભરમાં તેની ચર્ચા છે. લાગે છે કે તાપી જિલ્લાના લોકોને કોરોના જેવું કંઈ અસ્તિત્વમાં છે જ નહિ તેવુ લાગે છે. ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિત (kanti gamit) ના ઘરે યોજાયેલ પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ભંગના વાયરલ થયેલા વીડિયો બાદ આજે જિલ્લામાં બીજો વીડિયો વાયરલ થયો છે. વ્યારાના કપુરા ગામે લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગર લોકો ઝૂમતા વીડિયો કેમેરામાં કેદ થયા છે. આ સાથે જ ફરીથી તંત્રની બેદરકારી છતી કરતો વીડિયો સામે આવ્યો છે. 

કાંતિ ગામિતના પ્રસંગ મુદ્દે હાઈકોર્ટે પૂછ્યું, અમે વીડિયો જોયો, આટલી ભીડ ક્યાંથી આવી?

કપુરા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. કપુરા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધવાની કામગીરી શરૂ  કરી હતી. ગઈ કાલે નોંધાયેલ ફરિયાદમાં માજી મંત્રી કાંતિ ગામિતના મામલે જે આયોજકો હતા, તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ત્યાર કપુરા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થયા બાદ વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. પોલીસે કપુરાના આંબા ફળિયાના  બાલિબેન ગામિત અને કાર્યક્રમમાં સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે કોવિડ 19 ના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો વાયરલ થવાના મામલે આજે ડોસવાડા ગામના બીટ જમાદારને સસ્પેડન્ડ કરવામાં આવ્યા છે. બીટ જમાદાર અનિરુદ્ધસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સાથે જ પીઆઈ સીકે ચૌધરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જવાબદારો સામે પગલાં લેતા આઈજીપી બંનેને સસ્પેન્ડ કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news