તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા

Somnath Temple :  મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહેલા 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા... સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન તીર્થના પૌરાણિક મંદિરોની સફાઈ કરી  

તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા

Gujarat Temples કૌશલ જોશી/ ગીર સોમનાથ : તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પ્રાચી તીર્થના પૌરાણિક મંદિરોની સફાઈ કરી અને સાંયકાળ પ્રદોષ સમયે હરિદ્વારમાં થતી ગંગા આરતી સમી ત્રિવેણી સંગમની મહા આરતી કરી ધન્યતા અનુભવી હતી.

સફાઈ કરીને ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા 
તામિલનાડુ સ્થિત જગતગુરુ સેવા સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સમગ્ર દેશભરમાં ફરીને પૌરાણિક સમયના મંદિરો અને ધર્મ સ્થળોની સફાઈ કરવા માટે દર માસે યાત્રા યોજે છે. આ ભાઈ બહેનોની યાત્રા સોમનાથ પહોંચી છે. આજે સોમનાથમાં તેમણે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન તીર્થના પૌરાણિક મંદિરોની સાફ સફાઈ કરી હતી. અને મોડી સાંજે પ્રદોષ કાળે સંધ્યા સમયે ત્રિવેણી સંગમ પર રંગોળીઓ બનાવી હતી. હજારો દીવડાવો પ્રગટાવી ત્રિવેણી સંગમની આરતી ઉતારી હતી અને જય સોમનાથના નાદથી ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યો હતો.

પૌરાણિક મંદિરોનું જીર્ણોદ્વાર કરાય
તામિલનાડુથી આ અનોખીયાત્રામાં આવેલા યાત્રિકોએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહના આ ધર્મ કાર્યને મુક્ત મને બિરદાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે કાશીમાં દિવ્ય મંદિરોનો વિકાસ થયો છે. ટૂંક સમયમાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. તો સોમનાથ જેવા ભવ્ય મંદિરના તેઓ ટ્રસ્ટી અને અધ્યક્ષ પણ છે. ત્યારે અમારા તામિલનાડુના નિવાસીઓની એક વિનંતી છે કે સમગ્ર ભારત વર્ષમાં આવા પૌરાણિક અને ઐતિહાસિક જે મંદિરો છે તેનો પણ જીર્ણોધ્ધાર કરાય અને તે પણ ભવ્યતા પામે તેમ જ તામિલનાડુમાં પણ હજુ વધુ આવા ભવ્ય મંદિરોનું ફરીથી નવીનીકરણ થાય તેવી અમે મોદીજી અને અમિત શાહને વિનંતી કરીએ છીએ.

તમિલનાડુથી આ અનોખી સેવા યાત્રા વૃંદાવન ગોકુળ મથુરા થઈ અને જ્યારે સોમનાથ પહોંચી છે. ત્યારે તમામ યાત્રિકોએ ગુજરાતની આમ પ્રજાના મુક્ત મને વખાણ કર્યા હતા. લોકોનો સહયોગ અને તીર્થોમાં યાત્રિકોની રહેવા જમવા સહિતની સુવિધાઓને બિરદાવી હતી. અહીં ખૂબ જ વ્યાજબી ભાવે રહેવા જમવા તેમજ લોકોનો સહયોગ ખૂબ જ વંદનીય ગણાવ્યો હતો. હજુ આ યાત્રા ગુજરાતના આવા અનેક પૌરાણિક તીર્થસ્થાનો અને મંદિરોની સફાઈ અવિરત ચાલુ રાખશે તેવું તેઓએ જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news