ગુજરાતના આ ગામમાં કુતરા પણ છે કરોડપતિ! અહીં કુતરાઓના નામે છે કરોડોની રોડ ટચ જમીન
જમીનદારો વિશે પણ સાંભળ્યું હશે કે ગામમાં જેની પાસે સૌથી વધુ જમીનો હોય અને સંપત્તિ હોય એ જમીનદાર કહેવાય છે. પણ ગુજરાતમાં એક ગામ એવું છે જેની અમુક જમીનના જમીનદાર છે શ્વાન. જાણવા જેવી છે ગુજરાતના આ ગામડાંના કરોડપતિ કુતરાઓની કમાણીની કહાની વિશે...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે માણસ રૂપિયા પાછળ ગાંડો બનીને દોડે છે એવું ઘણીવાર આપણે ઘણાના મોઢે કહેતા સાંભળીએ છીએ. જોકે, પૈસા વગર મોટાભાગના કામો અટકી પડે છે એ વાત પણ એટલી જ સાચી છે. જ્યારે ઘણાં લોકો જોડે અધધ રૂપિયા, ધન-સંપત્તિ હોય છે. આમ તમે ઘણાં ધનકુબેરો વિશે પણ સાંભળ્યું હશે. કરોડપતિઓ રહેતા હોય એવા ગુજરાતના ગામડાંઓ વિશે પણ સાંભળ્યું હશે. પણ તમને એમ કહેવામાં આવે કે, ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં રહેતા કુતરાઓ પણ કરોડપતિ છે તો શું કહેશો...?
જમીનદારો વિશે પણ સાંભળ્યું હશે કે ગામમાં જેની પાસે સૌથી વધુ જમીનો હોય અને સંપત્તિ હોય એ જમીનદાર કહેવાય છે. પણ ગુજરાતમાં એક ગામ એવું છે જેની અમુક જમીનના જમીનદાર છે શ્વાન. જાણવા જેવી છે ગુજરાતના આ ગામડાંના કરોડપતિ કુતરાઓની કમાણીની કહાની વિશે...અહીં વાત કરવામાં આવી છે ગુજરાતના મહેસાણા જિલ્લાની. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે પંચોત ગામ. કહેવાય છેકે, કુતરાઓ આ જમીનની પહેરાદી કરે છે અને એ જ હવે અહીંની જમીનની જમીનદાર પણ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે જમીનની પહેરેદારીથી આ કૂતરાની વર્ષોથી કરોડોની કમાણી થઈ રહી છે. છેલ્લા એક દસકામાં રાઘનપુરની તરફ મહેસાણા બાયપાસના નિર્માણને કારણે જમીનની કિમંતો ઝડપથી વધી રહી છે અને તેનાથી સૌથી વધુ લાભ ગામના કૂતરાને થઈ રહ્યો છે. ગામના અનૌપચારિક ટ્રસ્ટ (જેણે મધની પતિ કુતારિયા ટ્રસ્ટના રૂપમાં ઓળખાય છે)ની પાસે જમીનનો 21 એકર ભાગ છે. તેથી જમીન વાસ્તવિક રૂપે કૂતરાઓને નામ નથી. પણ જમીનમાંથી સંપૂર્ણ આવક ખેતી માટે વાર્ષિક લીલામીને અલગ રૂપે કૂતરાઓ માટે રાખવામાં આવે છે. બાયપાસની પાસે આ જમીનની હાલની કિંમત વીઘે લગભગ પાંચ કરોડ કરતા પણ વધારે છે.
આ જમીનને જાનવરો અને સમાજ સેવા માટે દાન કરવામાં આવી હતી. પટેલોની આંટીએ પણ બે વીંઘા જમીન દાન કરી હતી. દરેક વર્ષે ટ્રસ્ટના ભૂમિ બેંકના દરેક ભૂખંડની બોવણીની ઋતુ પહેલા લીલામી કરવામાં આવે છે. ઉચ્ચ બોલી લગાવનારને એક વર્ષ માટે ખેતી કરવાનો અધિકાર મળે છે. દશરથ પટેલ એ પરિવારના વંશમાંથી એક છે જેમણે આ પોતાની ૧૫. વીંઘા જમીન દાન કરી હતી. તેમણે કહ્યુ કે ગામ ગર્વ કરે છે કે અમે જાનવરોની સેવા માટે આટલી મજબૂત વ્યવસ્થા બનાવી છે. કુશકલ ગામની પણ કંઈક આવી જ કહાની છે.
૨૦૧૫ માં રોટલા ઘરનુ નિર્માણ થયુ વર્ષ ૨૦૧૫ માં ટ્રસ્ટે વિશેષ ઈમારતનુ નિર્માણ કર્યુ જેનુ નામ રોટલા ઘર રાખવામાં આવ્યુ. જ્યા બે મહિલાઓ દ્વારા રોટલા બનાવવામાં આવે છે. તેઓ દરરોજ ૨૦થી ૩૦ કિલો લોટમાંથી લગભગ ૮૦ રોટલા બનાવે છે. જ્યારપછી સ્વયં સેવક રોટલા અને ફ્લેટબ્રેડને લારી પર લોડ કરે છે અને લગભગ ૭.૩૦ વાગ્યે તેનુ વિતરણ કરવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોટલાના વિતરણ માટે ૧૧ સ્થાન પર જવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે. જ્યારે રખડુ કૂતરાઓની સંખ્યા સૌથી વધુ છે. મહિનામાં બે વાર આ કૂતરાઓને લાડુ પણ ખવડાવવામાં આવે છે. લારી પર લદાયેલ ખાવાનુ ખેતર પાસે અને બહારી વિસ્તારમાં રહેનારા કૂતરાને આપવામાં આવે છે. સ્થાનિકોનું માનવું છે કે મનુષ્યો અને જાનવરોની સેવા કરવી પરમેશ્વરની સેવા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
ઉલ્લેખનીય છે કે ધર્માર્થ પરંપરાના નામે શરૂ થયેલ આ ટ્રસ્ટ ફક્ત કૂતરાની સેવા સુધી સીમિત નથી. ટ્રસ્ટના સ્વયં સેવક બધા પક્ષીઓ અને જાનવરોની સેવા કરે છે. આ ટ્રસ્ટને વાર્ષિક પક્ષીઓ માટે ૫૦૦ કિલોગ્રામ અનાજ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને હોળીના અવસર પર. ગામના અબોલા ટ્રસ્ટ (જેને શિવગંગા પશુ હેલ્પલાઈનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે) માં ગાય માટે એરકંડીશંડ યુક્ત વોર્ડ પણ બનાવ્યા છે.
અહી પક્ષીઓ વાંદરાઓ અને અન્ય જાનવરો માટે વિવિધ કક્ષ બનાવાયા છે. અબોલાનો અર્થ થાય છે જે બોલી શકતા નથી. ટ્રસ્ટના એક પૂર્વ પ્રશાસકે એક કહ્યુ કે ગુજરાતના અનેક ગામમાં પક્ષીઓ માટે ચબૂતરા અને પશુઓના આશ્રય માટે પાંજરાપોળ બનાવવાનો ગૌરવાશાળી ઈતિહાસ રહ્યો છે. પંચોત એક આદર્શ ગામ બનીને આગળ આવ્યુ છે. જેણે પશુ કલ્યાણનુ કામ પોતાના પર લીધુ છે. અમને આશા છે કે આવનારી પેઢીઓ આ પરંપરાને યથાવત રાખશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે