ગુજરાતમાં મન પડે તે શહેરમાં પ્લેન લઇને પહોંચી જાઓ, ભાડુ માત્ર 1999 રૂપિયા
Trending Photos
અમરેલી : ગુજરાત સરકારના સહકારથી અને સહાયથી અમરેલી સુરતની નજીવા દરે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભમાં અમરેલી શહેરના મૂક બધિર નવ બાળકોને અમરેલીની હવાઈ સફર કરાવવામાં આવી હતી. અમરેલી શહેરના વિકાસ માટે એર કનેકટીવિટી જરૂરી છે. અમરેલીમાં અમરેલી સુરત વેન્ચુરા કંપનીની ફ્લાઈટ ચાલુ થતી પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારના એર કનેક્ટિવિટીથી શહેરોને જોડવાના હેતુને પાર પાડવા માટે અમરેલી જિલ્લાના લાઠીના વતની અને સુરત હીરા ઉદ્યોગ પતિ સવજીભાઈ ધોળકીયાએ આ જિલ્લાના વિકાસ માટે તે કાર્યનો પ્રારંભ કર્યો છે. તદ્દન નજીવા દરે અમરેલી સુરતનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય છે.
અમરેલી સુરત હવાઈ સેવા તો શરુ જ હતી. જેનું ભાડું રૂ. 4800 હતું. તેને ઘટાડીને રૂ. 1999 કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની સહકાર અને સહાયથી આ કાર્ય થઈ શક્યું છે. ભવિષ્યમાં લોકોનો સહકાર મળતો રહે તો અમરેલી શહેરને રાજકોટ અમદાવાદ એવા સીટી સાથે હવાઈ સેવા દ્વારા જોડવાનો પ્રયાસ સફળ કરી શકાશે. ગુજરાતના શહેરો હવે મિનિટોના અંતરે આવી જશે.
અમરેલી સુરત હવાઈ સેવાના પ્રારંભના કાર્યક્રમમાં આજે અમરેલી શહેરની મુક બધિર શાળા 9 બાળકોને અમરેલી શહેરની હવાઈ સફર કરાવી શુભ મુહૂર્ત કર્યું હતું, ત્યારે બાળકોના ચહેરા પર પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. સામાન્ય માણસને પરવડે એવું ભાડું નક્કી થતાં અમરેલી જિલ્લાના નગરજનો અને સામાન્ય માણસો પણ હવે સુરતની મુસાફરી આસાનીથી કરી શકશે તે નિર્વિવાદ સત્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે