પાટીલ માંડ માંડ બચ્યા! સ્ટેજ પર બની એવી દુર્ઘટના કે ભાજપના તમામ કાર્યકર્તાઓનો જીવ અધ્ધર થયો
Trending Photos
મોરબી : જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે આજે સી.આર. પાટિલની હાજરીમાં નવનિર્મિત શૈક્ષણિક સંકુલની લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેની સાથે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્ર્મ પૂરો કરીને પરત ફરતા સમયે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના જે સીડી ઉપરથી નીચે આવતા હતા તે સીડી તૂટી પડી હતી. જેથી કરીને સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા હતા.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આજે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રી બ્રિજેશ મેરજા અને કિરીટસિંહ રાણા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજ્ય સભાનો સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા.
સી.આર. પાટીલે લોકોને સંબોધતા કહ્યું હતું કે, પ્રજાપતિ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે જેથી કરીને ભાજપ દ્વારા આ સમાજને સત્તામાં અને સંગઠનમાં પ્રતિનિધિત્વ આપ્યું છે અને સરકાર પ્રજાપતિ સમાજના હિત માટે કાયમ તેની સાથે જ છે તેવી ખાતરી આપી હતી. આ કાર્યક્ર્મ પૂરો કરીને સી.આર. પાટીલ સહિતના આગેવાનો પરત જવા માટે જે સીડી ઉપરથી નીચે આવતા હતા તે સીડી તૂટી પડી હતી જેથી કરીને સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા હતા. ભાજપના અન્ય આગેવાનોને તેને નીચે પડતાં બચાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે