સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિર ગિનિસ બૂકમાં ચમક્યું

બરવાળા તાલુકામાં આવેલ કુંડલ ધામ મંદિરને ગિનિસ બૂક (guinness book) માં સ્થાન મળ્યુ છે. 18 ડિસેમ્બર 2021 ના રોજ "કુંડલધામમાં સ્વામીનારાયણનું અક્ષરધામ" ના નામ સાથે કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું. સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા કે દરેક મૂર્તિમાં વસ્ત્રો અને હાર અલગ અલગ પ્રકારના હતા. 7070 મૂર્તિઓમાં સ્વામીનારાયણ (swaminarayan) ભગવાનના બાલ્ય અવસ્થાથી લઈ તમામ રૂપના દર્શન જોવા મળતા હતા. એક સાથે આટલી બધી મૂર્તિઓના કલેક્શનને લઈ કુંડલ ધામને ગિનિશ બુકમાં સ્થાન મળ્યુ છે. 

સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિર ગિનિસ બૂકમાં ચમક્યું

રઘુવીર મકવાણા/બોટાદ :બરવાળા તાલુકામાં આવેલ કુંડલ ધામ મંદિરને ગિનિસ બૂક (guinness book) માં સ્થાન મળ્યુ છે. 18 ડિસેમ્બર 2021 ના રોજ "કુંડલધામમાં સ્વામીનારાયણનું અક્ષરધામ" ના નામ સાથે કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું. સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા કે દરેક મૂર્તિમાં વસ્ત્રો અને હાર અલગ અલગ પ્રકારના હતા. 7070 મૂર્તિઓમાં સ્વામીનારાયણ (swaminarayan) ભગવાનના બાલ્ય અવસ્થાથી લઈ તમામ રૂપના દર્શન જોવા મળતા હતા. એક સાથે આટલી બધી મૂર્તિઓના કલેક્શનને લઈ કુંડલ ધામને ગિનિશ બુકમાં સ્થાન મળ્યુ છે. 

ભારતના સુપ્રસિદ્ધ બાંસુરી વાદક પંડિત રોનુ મજુમદાર, ઉત્તર મુંબઇના સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે જ્ઞાનજીવનદાસજી સ્વામી વતિ તેમના સંતોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ વિશે તેઓએ જણાવ્યું કે, ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે. ભગવાનની આ સુંદર મૂર્તિઓને જોઈને લોકો એ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય.

No description available.

કાર્યક્રમ માટે ગિનિસ બૂકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેનુ અવલોકન ગિનિસ બૂકની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું આયોજન  ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના પ્રચાર માટે કરાયુ હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news