આ તે કેવી માતા? પુત્રીને મારી નાખવા રિંછ સામે ધકેલી, Video જોઈને લોહી ઉકળી જશે

એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી એટલે તેમણે માતાને બનાવી. કારણ કે એક માતા પોતાના બાળકોને બચાવવા માટે કઈ પણ કરી છૂટે છે. પરંતુ શું તમે કોઈ એવી માતા જોઈ જે પોતાના છોકરાઓની જ દુશ્મન બની જાય? આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં જોવા મળ્યો. અંહીં એક માતા તેના બાળકને ફેરવવા માટે ઝૂ પહોંચી જાય છે અને પછી તેના માસૂમ બાળકને રિંછ પાસે ધકેલી દે છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. 
આ તે કેવી માતા? પુત્રીને મારી નાખવા રિંછ સામે ધકેલી, Video જોઈને લોહી ઉકળી જશે

Kid Fall in Zoo Video: એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી એટલે તેમણે માતાને બનાવી. કારણ કે એક માતા પોતાના બાળકોને બચાવવા માટે કઈ પણ કરી છૂટે છે. પરંતુ શું તમે કોઈ એવી માતા જોઈ જે પોતાના છોકરાઓની જ દુશ્મન બની જાય? આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉઝ્બેકિસ્તાનના તાશ્કંદમાં જોવા મળ્યો. અંહીં એક માતા તેના બાળકને ફેરવવા માટે ઝૂ પહોંચી જાય છે અને પછી તેના માસૂમ બાળકને રિંછ પાસે ધકેલી દે છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. 

પુત્રીને મારી નાખવા માટે કર્યું આ કામ
આ વીડિયો જોયા બાદ તમે બિલકુલ દંગ રહી જશો કારણ કે કોઈ માતા આવું કરી શકે ખરી? દરેક જણ આ કલિયુગી માતાને ખુબ ગાળો આપી રહ્યા છે. સદનસીબે ઝૂના કર્મચારી સમયસર રિંછના પિંજરામાં પહોંચી ગયા અને બાળકીને બચાવી લીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ તાશ્કંદની એક 3 વર્ષની બાળકી તેની માતા સાથે ઝૂમાં ગઈ હતી. ત્યારબાદ તેની માતા તેને રિંછ બતાવવા માટે તેના ઘરની રેલિંગ પાસે ઊભી રહી ગઈ. 

બધુ બરાબર ચાલતું હતું પરંતુ ગણતરીની પળોમાં એવું થયું કે ત્યાં હાજર બધા સ્તબંધ થઈ ગયા. મહિલાએ રિંછને જોવાના બહાને પુત્રીને રેલિંગથી ધક્કો મારી દીધો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક મહિલા બાળકને ધક્કો મારતી જોવા મળે છે. 

સદનસીબે રિંછે બાળકી પર હુમલો ન કર્યો
જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેવી બાળકી પડી કે રિંછ તરત જ તેની પાસે જવાની કોશિશ કરે છે. જો કે અહીં એ જોઈને રાહત મળે છે કે ઝૂઝૂ નામનો આ રિંછ છોકરીને કશું કરતો નથી. રિંછે તેને સૂંઘી અને જવા દીધી. આ બાજુ બાળકી પડ્યાના સમાચાર મળતા જ ઝૂના કર્મચારીઓ તરત જ ત્યાં પહોંચી ગયા અને તેમણે બાળકીને હેમખેમ બહાર કાઢી. બાળકીને મામૂલી ઈજા થઈ છે. પરંતુ તે ખુબ ડરેલી છે. 

જુઓ Video

માતાને થઈ શકે છે 15 વર્ષની સજા
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના બાદ છોકરીની માતાને પોલીસે પકડી લીધી છે. મહિલા પર બાળકીની હત્યાના પ્રયત્નનો આરોપ છે. જો તે દોષિત ઠરશે તો તેને 15 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બાજુ ઝૂના એક પ્રવક્તાએ કહ્યું કે મહિલાએ જાણી જોઈને બાળકીને રિંછના ઘરમાં ધકેલી હતી. આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ પણ આ નિવેદનની પુષ્ટિ કરી. લોકોનું કહેવું છે કે તે સમયે અમે મહિલાને રોકવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં તે પુત્રીને ફેંકી ચૂકી હતી. જો કે મહિલાએ આવું કેમ કર્યું તેની જાણકારી મળી શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news