સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત

પીડિતા લીનું સિંહે કરેલી ફરિયાદમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં, માત્ર દિલ્હી પોલીસ જ તપાશ કરશે. એક જ ફરિયાદ અંગે બે પોલીસ તપાસ કરી શકે નહીં 
 

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત

આશ્કા જાની/અમદાવાદઃ સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હવે, તેમની સામે કરવામાં આવેલા કેસમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં. માત્ર દિલ્હીની પોલીસ જ તપાસ કરશે. ગાંધીનગરની પોલીસ દહિયાને તપાસના સંદર્ભમાં પુછપરછ માટે બોલાવી શકશે. 

આઈએસએસ ગૌરવ દહિયા સામે થયેલી ફરિયાદનો મામલો હાઈકોર્ટમાં આજે ચાલ્યો હતો. આઈએએસ દહિયા અને તેમની સામે ફિયાદ કરનારી પીડિતા લીનું સિંહ બંને હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. આ અગાઉ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે રજુ કરવાના નિર્દેશ આપ્યા હતા. 

દહિયાના વકીલે હાઈકોર્ટમાં દલીલો રજુ કરતા જણાવ્યું કે, દહિયા સામે કુલ 3 અરજી દાખલ કરવામાં આવી છે. તેઓ અલીગઢમાં કરાયેલી ફરિયાદમાં હાજર ન રહેતાં દિલ્હીમાં ફરિયાદ કરી હતી અને દિલ્હીની ફરિયાદમાં ગાંધીનગરને સીસી માર્ક કરવામાં આવ્યું છે. આથી, દહિયા સામે કોઈ એક જ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે તેવી દહિયાના સરકારી વકીલે માગણી કરી હતી. 

સરકારી વકીલે જણાવ્યું કે, દહિયાને સહયોગની જરૂર છે. આ સાથે જ સરકારી વકીલે જણાવ્યું કે, દિલ્હી પોલીસે ગાંધીનગર પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી છે, પરંતુ જો જરૂર ન હોય તો આરોપીને તપાસ માટે નોટિસ ફટકારી શકાય નહીં. 

લીનું સિંહના વકીલે સામે દલીલ કરતા કહ્યું કે, દહિયા અને લિનું સિંહ વચ્ચે થયેલી મેસેજની વાતચીતમાં ગુનો બન્યો હોવાનું પુરવાર થાય છે. પીડિતા પોતે પણ અહીં બેઠાં છે. તેમને માત્ર 8 માસનું બાળક છે. 

હાઈકોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ જણાવ્યું કે, એક જ કેસની બે પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ શકે નહીં. આથી, હવે દહિયાના કેસમાં માત્ર દિલ્હી પોલીસ જ તપાસ કરશે. ગાંધીનગરની પોલીસ તેમાં હસ્તક્ષેપ કરશે નહીં. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news