દેશના અડધા રાજ્યોમાં પૂરને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ડૂબ્યો, રોજની માંડ 100 ટ્રક પણ નીકળતી નથી
Trending Photos
ચેતન પટેલ/સુરત :દેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાંચ રાજ્યો અસરગ્રસ્ત થયા છે અને આ તમામ રાજ્યોમાં તહેવારની સીઝન હોવાના કારણે તેની સીધી અસર સુરતના કાપડ માર્કેટ પર પડી છે. દેશમાં કોઈપણ તહેવાર હોય, સુરતનું કાપડ માર્કેટ દેશના ખૂણે-ખૂણામાં કપડુ પહોંચાડે છે. પરંતુ પૂર અસરગ્રસ્ત રાજ્યોમાં આ વખતે સમયસર કાપડ ન પહોંચતા આશરે ૩૦૦ કરોડના વેપારને અસર પડી છે. માત્ર ૨૫ ટકા જ કાપડ આ રાજ્યોમાં પહોંચી શક્યુ છે.
4 અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા, ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર એલર્ટ રહેવાનો મેસેજ મોકલાયો
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ જેવા આશરે દેશનો અડધા ભાગના રાજ્યો ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયા છે. એક તરફ જ્યાં માનવીનું જીવન અસ્તવ્યસ્ત થયુ છે, ત્યારે આવનાર તહેવારોની સીઝનને પણ માઠી અસર પડી છે. જેને કારણે સુરતના કાપડ માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. સુરતના કાપડ બજાર સાથે સાથે સંકળાયેલા વેપારીઓને પણ અલગ-અલગ રાજ્યોમાં પૂરની અસર દેખાઈ રહી છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. વેપારીઓને આશા હતી કે આવનાર તહેવારોની સીઝનમાં તેઓ વેપાર કરી આ મંદીમાંથી બહાર આવશે. પરંતુ ભારે પૂરની પરિસ્થિતિને કારણે અન્ય રાજ્યોમાં સમયસર કાપડ પહોંચી શક્યુ નથી. જેના કારણે આશરે ૩૦૦ કરોડના વેપાર પર સીધી અસર પડી છે. સીઝનમાં 300 ટ્રકો ભરીને રોજ કાપડ અન્ય રાજ્યોમાં પહોંચાડાતી હતી, જ્યાં આજે માંડ 100 ટ્રકો પણ જઈ રહી નથી.
ફોસ્ટાના પ્રમુખ રગનાથ શારદા જણાવે છે કે, ગણેશ ઉત્સવ અને 11મી સપ્ટેમ્બરના રોજ ઓણમના પર્વને લઇ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ખૂબ જ આશા હતી. પરંતુ આ રાજ્યોમાં પૂરની સ્થિતિના કારણે વેપાર ઠપ્પ થઈ ગયો છે. અત્યાર સુધી માત્ર ૨૫ ટકા કાપડ આ રાજ્યોમાં પહોંચાડી શકાયું છે. જે કપડાની ડિલિવરી થઈ સુરતથી નીકળ્યું છે, એ પણ પૂરની પરિસ્થિતિને કારણે રસ્તામાં અટવાઈ ગયુ છે. સરકારે પણ વેપારીઓને અપીલ કરી છે કે આ પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે તેઓ સુરતથી સાડી મોકલી તેમની મદદ કરે.
સુરતના કાપડના એક વેપારી ગિરીશભાઈ કહે છે કે, છેલ્લા કેટલાક સમયથી મંદીના માહોલ માંથી પસાર થઈ રહેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે જે આશા બંધાઈ હતી, તે પણ હાલ પૂરના પાણીમાં ડૂબી ગઈ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે