સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફી મામલે ફરી વિવાદમાં, વાલીઓએ મચાવ્યો હોબાળો
આ પ્રથમવાર નથી કે એસ ડી જૈન સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી છે. આ પહેલા પણ શાળા સંચાલકોની ફી મામલે દાદાગીરીને લીધે શાળા અનેકવાર વિવાદમાં આવી ચુકી છે.
Trending Photos
ચેતન પટેલ/સુરતઃ કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓની ફીને લઈને અનેક ખાનગી શાળાઓની દાદાગીરી સામે આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ ઘણી શાળાઓ માનવતા નેવે મુકીને વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી રહી છે. ફી ન ભરનાર વાલીઓને શાળાઓ દ્વારા વિદ્યાર્થીનું નામ કમી કરવા સહિતની ધમકી પણ આપવામાં આવી રહી છે. તો આ ફીનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. જેના પર કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી શાળાઓ શરૂ નહીં થાય ત્યાં સુધી માત્ર ટ્યુશન ફી લેવાની રહેશે. આ મામલે સુરતની એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં આવી છે.
એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં
સુરતમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ફીના મુદ્દાને કારણે આ શાળા વિવાદમાં આવી છે. તો શાળા સંચાલકોની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળા દ્વારા વારંવાર ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. બીજીતરફ વાલીઓ કોરોનાની અસર અને હાલ શાળા શરૂ ન હોવાને કારણે ફી આપવાની ના પાડી રહ્યાં છે. શાળાથી નારાજ થયેલા વાલીઓએ સ્કૂલની બહાર હોબાળો મચાવ્યો છે.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ
સ્કૂલને છે વિવાદ સાથે નાતો
આ પ્રથમવાર નથી કે એસ ડી જૈન સ્કૂલ ફી મુદ્દે વિવાદમાં આવી છે. આ પહેલા પણ શાળા સંચાલકોની ફી મામલે દાદાગીરીને લીધે શાળા અનેકવાર વિવાદમાં આવી ચુકી છે. આ પહેલા પણ શાળાએ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ફી ભરીને હોલ ટિકિટ લઈ જવાનું કહ્યું હતું. શાળાએ ફીને કારણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે