PM Modi Birthday: સુરતની દીકરીએ તૈયાર કરી અનોખી ભેટ; તમામ યોજનાઓ દર્શાવતા ફ્લેશ કાર્ડ કર્યા તૈયાર

PM Modi Birthday: સુરતની 14 વર્ષની ભાવિકા મહેશ્વરી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી ભેટ મળશે. ભાવિકા મહેશ્વરીએ અનોખા ફ્લેશ કાર્ડ બનાવ્યા છે, જેમાં પીએમ મોદીના 9 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ અને તેમની સિદ્ધિઓ સહિત તમામ યોજનાઓ આવરી લેવામાં આવ્યા છે.
 

PM Modi Birthday: સુરતની દીકરીએ તૈયાર કરી અનોખી ભેટ; તમામ યોજનાઓ દર્શાવતા ફ્લેશ કાર્ડ કર્યા તૈયાર

ઝી બ્યુરો/સુરત: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે સુરતની દીકરીએ ખાસ ભેટ તૈયાર કરી છે. 14 વર્ષની ભાવિકા મહેશ્વરીએ પીએમ મોદીના જન્મદિવસે બિઝનેસમાં સ્ટાર્ટ અપ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્ટાર્ટ અપ ભાવિકાએ શરૂ કર્યું છે. સાથે જ આ દીકરીએ મોદી સરકારની એ ટૂ ઝેડ યોજનાઓની માહિતી ભેગી કરી છે અને તેને એ ટૂ ઝેડ પ્રમાણે ફ્લેશ કાર્ડ પર છાપી છે. 

અત્યાર સુધીમાં પીએમ મોદીએ લોકો માટે કરેલા કામને આવરી લેવામાં આવ્યા છે. ્આવનારા મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી તેમજ વિકાસ અંગેની માહિતી મળી રહે તેઓ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફ્લેશ કાર્ડ પીએમ મોદીને કુરિયર કરવામાં આવ્યા છે. યોજનાઓની માહિતી મેળવવા માટે ભાવિકા દિલ્લી પણ ગઈ હતી અને મંત્રીઓ પાસેથી યોજનાની માહિતી અને આંકડા લીધા હતા.

No description available.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે ખાસ કરીને સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે કેટલાક એવા લોકો છે જેમને ખરીદી પર આજે મોટું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે ત્યારે કેટલાક એવા લોકો પાસે જેમણે શિવાકીય પ્રવૃત્તિ માં જોડાયા છે જોકે સુરતની 14 વર્ષથી આ દીકરીએ વડાપ્રધાનને એક એવી ભેટ આપી છે કે આપ પણ ચોકી ઉથશો. 

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય ભાવિકા મહેશ્વરી નામની દીકરી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે આજના દિવસે આ દીકરીએ બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવાનું નક્કી કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત નવ વર્ષથી એક પણ રજા લીધા વગર સતત કામ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસને લઈને આ દીકરી છેલ્લા છ મહિનાથી સતત કામ કરી રહી છે. આ દીકરી દ્વારા ફ્લેશ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ ફલેટ કાર્ડ એ ટુ ઝેડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવેલી તમામ યોજનાઓની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ સાથોસાથ આ યોજનાનો અત્યાર સુધી કેટલા લોકોએ લાભ લીધો છે. તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અન્ય ફ્લેસ કાર્ડ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી કેટલા કામો કર્યા છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ દીકરીની ઉંમર ભલે ઓછી હોય પરંતુ આવનારા મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી તેમજ વિકાસ અંગેની માહિતી મળી રહે તેઓ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફ્લેશ કાર્ડનું એક કુરિયર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી છે જ્યારે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ તમામ માહિતી અંગે એક મેઇલ પણ કરવામાં આવ્યો છે. 

No description available.

અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત હશે કે એક દીકરીએ દેશના વડાપ્રધાન માટે સતત છ મહિના સુધી મહેનત કરી છે પોતે દિલ્હી પહોંચી હતી અને ત્યાં પણ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી મંત્રીઓ પાસે વિવિધ યોજનાઓ અને તેમની પાસેથી સચોટ આંકડાઓ પણ લેવામાં આવ્યા હતા હાલ તો જે રીતે આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જે રીતે આ બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યો છે ત્યારે તે ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજના જન્મદિવસની આ એક અનોખી ભેટ બની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news