જવાબદારોના નાક નીચે કેટલી લાલિયાવાડી ચાલે છે તેનું ઉદાહરણ છે દ.ગુજરાતની સૌથી મોટી હૉસ્પિટલ!

સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અને બેદરકારીને કારણે દર્દીઓ હેરાન થતા હોવાની ફરીયાદો ઉઠી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યું પડી રહ્યું છે. પ્રેગનેટ મહિલાઓ પણ કલાકો સુધી સોનોગ્રાફી કાઢવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેને પગલે અનેક સવાલો ઉઠ્યા છે. 

જવાબદારોના નાક નીચે કેટલી લાલિયાવાડી ચાલે છે તેનું ઉદાહરણ છે દ.ગુજરાતની સૌથી મોટી હૉસ્પિટલ!

પ્રશાંત ઢીવરે/સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હૉસ્પિટલ ગણાતી સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અને બેદરકારીને કારણે દર્દીઓ હેરાન થતા હોવાની ફરીયાદો ઉઠી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યું પડી રહ્યું છે. એક્સ વિભાગના દ્રશ્ય જોઈ શકાય છે કે વૃદ્ધ હોય કે યુવાનો મહિલાઓ સહિત તમામ લોકો એક જ લાઈનમાં જોવા મળી રહ્યા છે. સાથે જ પ્રેગનેટ મહિલાઓ પણ કલાકો સુધી સોનોગ્રાફી કાઢવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેને પગલે અનેક સવાલો ઉઠ્યા છે. 

દક્ષિણ ગુજરાતના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ આવતા હોય છે અધ્યત સુવિધા વાલી સિવિલ હોવાની વાતો પોકળ સાબિત થઈ છે. હાલ તમે જે લાઈનો લાગી રહી છે એ એક્સરે વિભાગની છે. લાઈનમાં ઉભા દર્દીઓ કલાકો સુધી તેમને પહેલા તો કેસ પેપરમાં ઉભો રહેવું પડે છે. અને ત્યારબાદ એક્સરેના પણ પૈસા ભરવા માટે ઉભો રહેવું પડતું હોય છે.

મહત્વની વાત એ છે કે વૃદ્ધ દર્દી હોય કે યુવાનો સહિત મહિલા તમામ લોકોને એક જ લાઈનમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે. કલાકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પૈસા ભરવા લાઈનો લગાવવાની હોય છે. ત્યારબાદ તેઓને એક્સરે પાડવા લાઈનમાં ઊભા રહીને રાહ જોવાની હોય છે. હાલ એક્સરે વિભાગ દર્દીઓથી ગચોગચ ભરેલું છે એનું કારણ છે સ્ટાફની ઘટ સાથે જ એક્સરે મશીનની કમીઓ.

આ તો રહી વાત એક્સ રે વિભાગની, પરંતુ અહીં તો સોનોગ્રાફીમાં પ્રેગનેન્સી મહિલા દર્દીઓનું દર્દ જોવો. સોનોગ્રાફી કરવા આવેલા આ લાઈનમાં દેખાતી પ્રેગ્નેટ મહિલાઓ છે. જે કલાકો સુધી આ જ રીતના લાઈનમાં ઉભો રહેવું પડે છે. પહેલા તો તેમને છ દિવસ પહેલા ટોકન આપી દેવામાં આવે છે.અને ટોકનના સમય જ્યારે મહિલાઓ આવે છે. ત્યારે કલાકો સુધી તેઓને આ જ રીતના લાઈનમાં ઉભો રહેવું પડતું હોય છે. દર્દી પ્રેગ્નેટ મહિલાઓનું માનું છે કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાથી ચક્કરો આવતા હોય છે. સાથે જ આ સ્ટાફ છે સારું વર્તન પણ કરતા નથી. જેથી અમારા પ્રેગનેટ જેવી મહિલાઓ માટે અલગથી કોઈ સુવિધા કરવી જોઈએ. 

સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પણ વ્યવસ્થા અને સ્ટાફની ઘટ ને કારણે દર્દીઓને હેરાન થવાની નોબત પડે છે સ્ટાફની ઘટ ની સાથે બેદરકારી પણ હોવાની ફરિયાદો ઉઠી છે જોકે છેલ્લા ઘણા સમયથી સુરતની સિવિલ હોસ્પિટલ માં એકસ રે વિભાગ માં લાંબી લાઈનો જોવા મળી રહી છે છતાં તંત્ર ને જાણે આ વાત ની જાણ ન હોય તેવું લાગી રહ્યું છે જોકે કલાકો સીધું દર્દીઓ લાઈન માં જોવા મળી રહી છે જેને પગલે દર્દીઓ અને તેના પરિવાર જાણો માં રોષ જોવા મળ્યો હતો અને સિવિલ હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. 

જ્યારે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડો..ગણેશ ગોવેકર દર્દીઓની ને પડતી હાલાકીને લઈ સ્ટાફ વધારવાનું આશ્વાસન આપી રહ્યા છે. ત્યારે જે કોઈ તબીબ કે સ્ટાફ ગેરવર્તન કરતું હશે તેઓની સામે યોગ્ય પગલા ભરવામાં આવશે.મહત્વની વાત એ છે આ અંગે ની જાણ ઝી મીડિયા દ્વારા  સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડને કરવામાં આવતા જાણે આ વાત થી અજાણ હોય તેવું લાગ્યું હતું. હંમેશા વિવાદના ડાયરામાં રહેતી સુરતની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે ત્યારે તંત્ર અને સિ વિલ હોસ્પિટલના અધિકારીઓ પણ પોતાના કેબિન છોડી ને બહાર  આવે તો હોસ્પિટલમાં હેરાન થતા દર્દીઓની મુશ્કેલી દૂર થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news