સુરત: શોર્ટકટ રસ્તાના ચક્કરમાં જીવ જોખમમાં રાખી રેલવેની દિવાલ ચડતી મહિલા

કેટલીક વખત લોકો શોર્ટકટ મારવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે, તેમાં પણ રેલવે વિસ્તારમાં આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. ત્યારે સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સુરત મનપાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા આ વિડીયો બનાવામાં આવ્યો હતો. 
 

સુરત: શોર્ટકટ રસ્તાના ચક્કરમાં જીવ જોખમમાં રાખી રેલવેની દિવાલ ચડતી મહિલા

તેજશ મોદી/સુરત: કેટલીક વખત લોકો શોર્ટકટ મારવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે, તેમાં પણ રેલવે વિસ્તારમાં આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. ત્યારે સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સુરત મનપાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા આ વિડીયો બનાવામાં આવ્યો હતો. 

સમગ્ર ઘટના સુરતના અશ્વનિકુમાર વિસ્તારમાં આવેલા જાડાબાવા વિસ્તારનો છે, વિડીયો મહિલાઓની જીવના જોખમે 14 ફૂટની દીવાલ ચઢતી દેખાય છે. આ દીવાલ ચઢી મહિલાઓ બીજી બાજુ આવેલી રેલવે લાઇન પર જતી હોય છે. આ મહિલાઓ અહીંથી રેલવે પ્લેટફોર્મ નંબર ચાર પર જઈ રહી છે.

અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં જાહેરમાં બીજેપીના સક્રિય કાર્યકર્તાની હત્યા

કેટલાક પુરુષ પણ આ દીવાલ ચઢી રહયા છે. આમ તો આ રસ્તો રાહદારીઓ અને મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો છે, એટલે કે પ્રતિબંધિત વિસ્તાર છે, તેમ છતાં લોકો જીવના જોખમે આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે જો કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે, સાથે જ આ રસ્તાને બંધ કરવા માટેની માગણી પણ કરવામાં આવી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news