Monsoon 2022: સુરત જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર, ઓલપાડમાં NDRF ની ટીમ તૈનાત
Surat rain Alert: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે પણ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની માહિતી પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. તો આગામી દિવસમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આજે સવારે 10 કલાક સુધીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં 1.42 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક સામે 1 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરતના ઓલપાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત
સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી જોતા ઓલપાડમાં 6 બટાલિયન એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરત જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 11 અને 12 જુલાઈ ઓરેન્જ એલર્ટ અને 13થી 15 જુલાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કલેક્ટરે લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
સુરત જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થઈ છે. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી 333 ફૂટ છે. ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થતાં સુરતવાસીઓ અને ખેડૂતોને પાણીની સમસ્યામાંથી રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે