મહારાષ્ટ્ર મામલે સુપ્રીમમાં સુનાવણી ટળી, SC એ કહ્યું- 'ધારાસભ્યો અંગે સ્પીકર કોઈ નિર્ણય ન લે'

મહારાષ્ટ્ર મામલે સુપ્રીમમાં સુનાવણી ટળી, SC એ કહ્યું- 'ધારાસભ્યો અંગે સ્પીકર કોઈ નિર્ણય ન લે'

મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના બે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા પર કાર્યવાહી પર કોર્ટે રોક લગાવી છે. એટલે કે તમામ ધારાસભ્યો હવે પોતે રાહત મહેસૂસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્પીકર ધારાસભ્યો વિરુદ્ધ  કોઈ કાર્યવાહી કે સુનાવણી હાલ ન કરે. કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી મામલો સ્થગિત રાખે. 

વાત જાણે એમ છે કે મહારાષ્ટ્ર સંલગ્ન તમામ અરજીઓ પર 11 જુલાઈ એટલે કે આજે સુનાવણી થવાની હતી. પરંતુ કોર્ટમાં આ મામલો આજે લિસ્ટેડ થયો નહીં. આવામાં ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ સમક્ષ તેની જલદી સુનાવણી માટે માગણી કરી. કપિલ સિબ્બલે કહ્યું કે 39 ધારાસભ્યોની અયોગ્યતાનો મામલો સુપ્રીમ કોર્ટે 27 જૂનના રોજ 1 જુલાઈ માટે જણાવ્યું હતું. પરંતુ આજે લિસ્ટેડ થયો નહીં. તેમણે મામલાની જલદી સુનાવણી માટે માગણી કરતા કહ્યું કે ઉદ્ધવ જૂથના ધારાસભ્યોએ કાલે સ્પીકર સમક્ષ જવાબ રજૂ કરવાનો છે આવામાં મામલાની જલદી સુનાવણી થવી જોઈએ. 

સીજેઆઈએ કહ્યું કે સ્પીકરને જાણ કરવામાં આવે કે હાલ તેઓ ચુકાદો ન લે. આ મામલો સમય લે તેવો છે. આથી તરત સુનાવણી થઈ શકે નહીં. આ માટે બેન્ચ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે કોર્ટ પહેલા તમામ પક્ષોની સુનાવણી કરી લે પછી ચુકાદો આપશે. ત્યાં સુધી સ્પીકર કોઈ નિર્ણય ન લે. 

વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટમાં આજે બે કેસમાં સુનાવણી થવાની હતી. પહેલો કેસ 16 બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા સંલગ્ન હતો. જ્યારે શિવસેના તરફથી દાખલ કરાયેલી અરજી ઉપર પર સુનાવણી થવાની હતી. જેમાં રાજ્યપાલના 30 જૂનના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. રાજ્યપાલે સરકાર બનાવવા માટે એકનાથ શિંદેને આમંત્રણ આપ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ મામલો લિસ્ટેડ થયો નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news