OMG! થાઈલેન્ડની મહિલા અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા; રૂમમાં કોન્ડોમના ઢગલા, અને પછી...

સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઈમ્પેરીયા કોમ્પલેક્ષમાં ચાલતા બ્લેક પલ થા સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. એક હોલમાં પાટેશન પાડીને પાંચ રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્રણ રૂમમાં તપાસ કરતા ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

OMG! થાઈલેન્ડની મહિલા અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા; રૂમમાં કોન્ડોમના ઢગલા, અને પછી...

ઝી બ્યુરો/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં એક થાઈલેન્ડની મહિલા અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા હતા. 6 થાઈલેન્ડની મહિલા પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો. જેને પોલીસે મુક્ત કરાવી હતી. જ્યારે સ્પાના એક સંચાલક અને સ્પાનું સંચાલન કરનારની ધરપકડ કરી હતી. આ સાથે ત્રણ ગ્રાહકો પણ ઝડપાયા હતા. 

સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઈમ્પેરીયા કોમ્પલેક્ષમાં ચાલતા બ્લેક પલ થા સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. એક હોલમાં પાટેશન પાડીને પાંચ રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્રણ રૂમમાં તપાસ કરતા ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ચોથા રૂમમાંથી ત્રણ મહિલાઓ મળી આવી હતી. તમામ મહિલાઓ થાઈલેન્ડની હોવાનું જણાવ્યું હતું.

બ્લેક પલ થા સ્પા હરેશ બારૈયા અને સંતોષ મોરે ભાગીદારીમાં ચલાવતા હતા. સંતોષ મોરેની ધરપકડ કરવામાં આવી હતી. સ્પામાં તપાસ કરતા 27 નંગ કોન્ડોમ મળી આવ્યા હતા. આ સાથે જ રોકડ, આઈફોન મોબાઈલ મળી કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્પાના માલિક હરેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

થાઈલેન્ડની મહિલાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મીસ થાઈલેન્ડની યુવતીઓની સપ્લાય કરતી હતી. હરેશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા હતા. થઈલેન્ડની મહિલાઓ પાસે દેહવેપાર કરાવી ગ્રાહક પાસેથી 2500 રૂપિયા લેતા હતા. જેમાંથી 1000 રૂપિયા થાઈલેન્ડની મહિલાઓને આપવામાં આવતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news