શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે કે પછી સ્મશાનોમાં મડદા ગણશે? સુરત પાલિકાના નિર્ણયનો થયો વિરોધ
કોરોનાથી ચારેબાજુથી લોકોને ઘેર્યાં છે. ટેસ્ટથી લઈને સારવાર અને અંતિમવિધિ તમામમાં ફાંફા પડી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકારે તાજેતરમાં જ શનિવાર અને રવિવારના રોજ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે આ વચ્ચે શિક્ષકોના માથા પર મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. હાલ શાળા બંધ હોવાથી શિક્ષકો ઓનલાઈન ક્લાસ કરાવી રહ્યાં છે. આ વચ્ચે કેટલાક શહેરોમાં શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી અપાઈ છે. જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાથી ચારેબાજુથી લોકોને ઘેર્યાં છે. ટેસ્ટથી લઈને સારવાર અને અંતિમવિધિ તમામમાં ફાંફા પડી રહ્યાં છે. આવામાં ગુજરાત સરકારે તાજેતરમાં જ શનિવાર અને રવિવારના રોજ સરકારી કચેરીઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે આ વચ્ચે શિક્ષકોના માથા પર મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે. હાલ શાળા બંધ હોવાથી શિક્ષકો ઓનલાઈન ક્લાસ કરાવી રહ્યાં છે. આ વચ્ચે કેટલાક શહેરોમાં શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી અપાઈ છે. જેનો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
શિક્ષકો હવે મૃતદેહોની ગણતરી કરશે
સુરતમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ છે. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે. મૃતકોની સંખ્યા વધતા તંત્રએ તેમને આ જવાબદારી સોંપી છે. હવે શિક્ષકો પાસે પણ મૃતદેહની ગણતરીની કામગીરી કરાશે. જોકે, શિક્ષકોને સોંપાયેલી કામગીરીથી શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે. એક તરફ મૃત્યુઆંક વધતા શિક્ષકોને જવાબદારી તો સોંપાઈ છે, પરંતુ શિક્ષકો માટે આ જવાબદારી આકરી બની રહી છે.
આ પણ વાંચો : કોરોનાથી લાશોનો ઢગલો થઈ જતા સુરતના સ્મશાનમાં બનાવ્યું પડ્યું ગોડાઉન
શિક્ષકોને સોંપાયેલી કામગીરીથી શિક્ષણ સંઘ નારાજ
તો બીજી તરફ સુરતમાં શિક્ષકોને સ્મશાનની કામગીરી સોંપાતા જામનગરમાં વિરોધ ઉઠ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ દર્શાવાયો છે. જામનગરમાં શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સ્મશાનમાં મૃતકોની સંખ્યા કરવાની કામગીરી શિક્ષકોને સોંપાતા નારાજગી જોવા મળી છે. ત્યારે ચંદ્રકાંત ખાખરીયા દ્વારા શિક્ષકોને સ્મશાનની કામગીરીમાંથી બાકાત કરવા માંગણી કરાઈ છે. તેમણે કહ્યું કે, કોરોના વોરિયર્સ તરીકે અન્ય કોઈપણ સેવા કરવા શિક્ષકો તૈયાર છે, પરંતુ આ જવાબદારી જોખમી છે.
આ પણ વાંચો : કોરોનામાં મોક્ષ મળવો પણ મુશ્કેલ, સ્મશાનની સાથે ચાણોદમાં અસ્થિ વિસર્જન માટે પણ વેઈટિંગ.....
રાજકોટમાં શિક્ષકોને સરવેની કામગીરી સોંપાઈ
રાજકોટ મહાનગરપાલિકાએ શિક્ષકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફરજ સોંપી છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં શિક્ષકોને સર્વેલન્સ કરવા આદેશ કરાયા છે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં અંદાજિત 1500 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે