ગુજરાત: સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે ક્રુરતા આચરનાર નરાધમને ફાંસી

દિલ્હીના નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓને ફાંસીની સજા આપવા માટેની તારીખ તો નક્કી થઈ ગઈ છે. પરંતુ ખરેખર તે દિવસે ચારેય નરાધમોને ફાંસીના માચડે લટકાવાશે કે નહીં તેને લઈને અસમંજસ છે. ત્યારે સુરતમાં ત્રણ વર્ષની નિર્ભયા સાથે થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં સુરતની કોર્ટે આરોપીનું ડેથ વોરન્ટ જારી કર્યું છે. આગામી ૨૯ મી ફેબ્રુઆરી 2020 ના રોજ બળાત્કારી હત્યારાને અમદાવાદની જેલમાં ફાંસીના માચડે લટકાવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. બળાત્કાર અને હત્યાના કેસમાં કોઈ આરોપીનું ડેથ વોરન્ટ ઇસ્યુ થયું હોય તેવી આ પહેલી ઘટના છે.
ગુજરાત: સુરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે ક્રુરતા આચરનાર નરાધમને ફાંસી

તેજસ મોદી/સુરત: દિલ્હીના નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓને ફાંસીની સજા આપવા માટેની તારીખ તો નક્કી થઈ ગઈ છે. પરંતુ ખરેખર તે દિવસે ચારેય નરાધમોને ફાંસીના માચડે લટકાવાશે કે નહીં તેને લઈને અસમંજસ છે. ત્યારે સુરતમાં ત્રણ વર્ષની નિર્ભયા સાથે થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં સુરતની કોર્ટે આરોપીનું ડેથ વોરન્ટ જારી કર્યું છે. આગામી ૨૯ મી ફેબ્રુઆરી 2020 ના રોજ બળાત્કારી હત્યારાને અમદાવાદની જેલમાં ફાંસીના માચડે લટકાવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. બળાત્કાર અને હત્યાના કેસમાં કોઈ આરોપીનું ડેથ વોરન્ટ ઇસ્યુ થયું હોય તેવી આ પહેલી ઘટના છે.

સુરત જિલ્લા કોર્ટના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા નીચલી કોર્ટ ની ફાંસીની સજાને મંજૂરી આપવામાં આવતા સરકાર તરફથી આરોપી અનિલ યાદવના ડેથ વોરન્ટની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી એસ કાલાએ આગામી ૨૯ મી ફેબ્રુઆરી 2020 ના રોજ સવારે સાડા ચાર વાગ્યે આરોપી અનિલને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં મૃત્યુ થાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવાનું ડેટ વોરંટ ઇસ્યુ કર્યું હતું. વધુમાં એમ પણ કહ્યું હતું કે આ એક લેન્ડમાર્ક ચુકાદો છે. ઘટના બન્યાના થોડાક જ દિવસમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ બાદ દરરોજ કેસની સુનાવણી કરવામાં આવી હતી. તમામ પુરાવાઓ આરોપીની વિરુદ્ધમાં હતા. જેને કોર્ટે માન્ય રાખ્યા છે. 

આરોપીને કેપીટલ પનીશમેન્ટ થાય તે માટે ઈસવીસન પૂર્વેના કેટલાક મુદ્દાઓ ઉપરાંત હાલમાં જ કાયદામાં થયેલા સુધારા તથા પોક્સો કાયદા હેઠળ આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગણી કરવામાં આવી હતી. સુરત જિલ્લા કોર્ટના નામદાર એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી એસ કાલાએ તમામ પુરાવો ને ધ્યાનમાં રાખી એક એવો ચુકાદો આપ્યો છે. જે આવનારા દિવસોમાં મહત્વનો સાબિત થશે. જોકે હવે 29 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ફાંસી અપાશે. પરતું નરાધમ અનિલ હવે પોતાના બચાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે. જો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે તો કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરાશે, પરંતુ જો સુપ્રીમ કોર્ટમાં અરજી નહીં થાય તો 29 ફેબ્રુઆરીના 2020ના રોજ ફાંસી નિશ્ચિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news