વેક્સિન લેવામાં અત્યાર સુધી ભલે બચી ગયા હોય, પણ હવે કોઈ હિસાબે નહીં બચો, સુરત પાલિકાનો મોટો નિર્ણય

દ. ભારતથી આવતી ટ્રેનોમાં કોરોના ટેસ્ટિંગ માટે રેલવે સ્ટેશને વધુ ત્રણ ટીમો મુકી છે. બીજી બાજુ સુરત પાલિકાએ બીજો ડોઝ ન લીધો હોય તેવા વિદ્યાર્થીને કોલેજમાં એન્ટ્રી ન આપવા પણ તાકીદ કરી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી ઘરોમાં જ કરવા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી છે. 

 વેક્સિન લેવામાં અત્યાર સુધી ભલે બચી ગયા હોય, પણ હવે કોઈ હિસાબે નહીં બચો, સુરત પાલિકાનો મોટો નિર્ણય

ચેતન પટેલ/ સુરત: રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમિક્રોનના કારણે તંત્ર સહિત સરકાર સતર્ક બની ગઈ છે. દરરોજ અનેક નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. હાલ કોરોના સામે લડવા માટે આપણી પાસે વેક્સિનેશન સિવાય કોઈ શસ્ત્ર નથી. જેના કારણે સરકાર અને તંત્ર વધુમાં વધુ લોકો વેક્સિન લે તેના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં ઓમિક્રોનના ખતરા સામે પાલિકાએ નિયમો કડક કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

મુંબઈથી આવતા મુસાફરોના રેલવે સ્ટેશને હવે કોરોના RTPCR ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. તેના સિવાય સુરતમાં દરેક લોકો કોરોના વેક્સિન લે તેના માટે સ્કૂલોમાં વિદ્યાર્થીએ વાલી વેક્સિનેટેડ હોવાનું સર્ટિ ફરજિયાત આપવું પડશે. આ નિર્ણયના કારણે કોઈ બચી શકશે નહીં. ઓમિક્રોનના ખતરા સામે પાલિકાએ નિયમો કડક કરતા આજથી સુરતના એન્ટ્રી પોઇન્ટ અને સ્ટેશન પર ટેસ્ટિંગ વધારાશે. આજથી પાલિકા સ્કૂલોમાં તપાસ શરૂ કરશે અને વિદ્યાર્થી પોઝિટિવ આવે તો મહિનો સ્કૂલ બંધ રાખવામાં આવશે.

દ. ભારતથી આવતી ટ્રેનોમાં કોરોના ટેસ્ટિંગ માટે રેલવે સ્ટેશને વધુ ત્રણ ટીમો મુકી છે. બીજી બાજુ સુરત પાલિકાએ બીજો ડોઝ ન લીધો હોય તેવા વિદ્યાર્થીને કોલેજમાં એન્ટ્રી ન આપવા પણ તાકીદ કરી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી ઘરોમાં જ કરવા પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને અપીલ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં 5.58 લાખ લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ મૂકાવ્યો નથી. આ લોકો વેક્સિન મુકાવે તે માટે પાલિકા મેગા વેક્સિન કેમ્પ સહિતનું આયોજન કરી રહી છે. વિદ્યાર્થીઓમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તે માટે દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓના વેક્સિનની વિગત મંગાવવાનો નિર્ણય લેવાયો છે.

પાલિકા કમિશનરનું કહેવું હતું કે શહેરની દરેક શાળામાં વાલીઓના વેક્સિનની વિગતો બાળક પાસેથી ફરજિયાત મંગાવવામાં આવશે. માતા અને પિતાએ વેક્સિનના કેટલા ડોઝ મુકાવ્યા છે તે અંગે વિગતો મેળવી પાલિકાએ સુપરત કરવા માટે દરેક સ્કૂલને જાણ કરશે. વાલીઓએ વેક્સિનના બન્ને ડોઝ મુકાવ્યા હશે તો તેમના બાળકો પણ સુરક્ષિત રહેશે. સ્કૂલમાં ભણતા બાળકોને સંક્રમણથી બચાવવા માટે આ કામગીરી કરવામાં આવશે. શાળાઓમાં એક પોઝિટીવ કેસ આવશે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાવવામાં આવશે.

પાલિકા કમિશનર પાનીએ કહ્યું હતું કે સંભવિત ત્રીજી લહેર માટે નવી સિવિલમાં 80 અને સ્મીમેરમાં 40 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. બેગ્લોર, જામનગર, મુંબઈ જેવા શહેરોમાંથી આવતા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસી તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news