Surat Municipal Corporation ની મોટી જાહેરાત, શહેરમાં City Bus અને BRTS નહીં દોડાવાય

સુરતમાં કોરોના કેસમાં (Surat Corona Case) સતત વધારો થતો હોવાને પગલે સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Surat Municipal Corporation ની મોટી જાહેરાત, શહેરમાં City Bus અને BRTS નહીં દોડાવાય

ચેતન પટેલ/ સુરત: રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ (Gujarat Corona) વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્યૂનો (Night Crufew) સમય વધાર્યો છે. ત્યારે સુરતમાં કોરોના કેસમાં (Surat Corona Case) સતત વધારો થતો હોવાને પગલે સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં મનપા દ્વારા સીટી બસ (City Bus) અને બીઆરટીએસ બસ (BRTS) દોડાવાશે નહીં.

ગુજરાત સહિત દેશમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે એવામાં ગુજરાત સરકાર દ્વારા પણ કોરોના સંકટને લઇને ફરી એકવાર ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં (Surat) છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) કન્ટેઇનમેન્ટ વિસ્તારને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા શહેરમાં સીટી બસ (City Bus) અને બીઆરટીએસ બસ (BRTS) નહીં દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં હાલ 1100 કન્ટેઇનમેન્ટ ઝોન (Containment zone) છે. ત્યારે સુરતમાં વધતા કોરોના સંકટને લઇને પણ આ જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લખેનીય છે કે, રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને (Gujarat Corona) ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો (Night Crufew) સમય વધારી દીધો છે. આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કર્ફ્યૂનો (Curfew In Metro City) સમય વધારીને 10 થી 6 કરાયો છે. જેથી આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો (Night Crufew) અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ત્યારે આ કર્ફ્યૂને ધ્યાનમાં લઇ એસટી નિગમ (GSRTC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાત્રિ કર્ફ્યૂ (Crufew) દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના (ST Bus) ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય મહાનગરોમાં રાતના 10 વાગ્યા બાદ એસટી બસને પ્રવેશ મળશે નહીં. તેમજ રાતના 9 વાગ્યા બાદ એકપણ બસ ચારેય શહેરની અંદરથી ઉપડશે નહીં. અન્ય શહેરમાંથી આવતી બસ શહેરની ફરતે નક્કી કરાયેલા પોઈન્ટ પર આવશે. તેમજ મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તમામ કાર્યવાહી કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news