જલ્દી જ શરૂ થશે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી, ટેન્ડર મંગાવાયા
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 805 કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. 30 મહિનાની અંદર આ મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્રણ અલગ અલગ ફેઝમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર કાદરશાની નાળથી ડ્રીમ સિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનશે.
થરાદમાં ડાયરો યોજનાર ધનજીએ કહ્યું, ‘મેં તો લોકોને માસ્ક આપ્યા હતા, પણ તેઓએ ન પહેર્યાં’
મેટ્રોના પહેલા ફેઝ માટે 11 કિલોમીટર એલિવેટેડ રૂટ અને 10 સ્ટેશનના કામ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ફાઈનાન્શિયલ બીડ ખોલવામાં આવ્યા છે. સદભાવ અને એસપી સિંગલા જોઈન્ટ વેન્ચર કંપની પહેલા નંબર પર આવી ગઈ છે. જ્યારે એલએન્ડટી ત્રીજા નંબર પર આવી છે. બીડમાં કુલ 6 મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓએ ટેન્ડર ભર્યા હતાં. જેમાં એક કંપની ડિસક્વોલિફાય થઈ હતી. જેમાંથી સદભાવ-એસપી સિંગલા કંપનીનું ટેન્ડર મંજૂર થતાં અંદાજે મેટ્રોનું કામ જાન્યુઆરી મહિનામાં શરૂ થશે.
રાજકોટમાં આવી ચઢેલા સિંહો અને લોકો વચ્ચે સુરક્ષા દીવાલ બનીને ઉભી છે વન વિભાગ 3 મહિલા અધિકારી
પહેલા ફેઝમાં 10 એલિવેડેટ સ્ટેશન બનશે સુરત મેટ્રોની યોજના પહેલાની લાઈન 1 માં 21.61 કિલોમીટર લાઈન હશે. જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર કાદરશાની નાળથી ડ્રિમ સિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનશે. ગુજરાત મેટ્રો રેલ દ્વારા 1 જૂનથી 11.6 કિલોમીટર માટે 805.356 કરોડના કામ ટેન્ડર દ્વારા જાહેર કરાયા હતાં. 11.6 કિલોમીટર એલિવેશન રોડની વેલ્યૂ 805 કરોડ નક્કી કરાઇ હતી. જે કંપનીનું ટેન્ડર પાસ થયું છે, તેણે 30 મહિનામાં કામ પૂરું કરવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે