ઓસ્ટ્રેલિયાના મહાન બોલરનો દાવો- બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળશે હાર

વોર્ને શમી અને વિરાટના બહાર રહેવા પર પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, શમીના રૂપમાં એક ખુબ મોટુ નુકસાન ભારતીય ટીમને છે. તે એક દમદાર બોલર છે.
 

ઓસ્ટ્રેલિયાના મહાન બોલરનો દાવો- બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળશે હાર

મેલબોર્નઃ  Ind vs Aus: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું માનવુ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતને હરાવી દેશે, કારણ કે એડિલેડમાં થયેલા પરાજયથી ભારતીય ટીમ હજુ હેરાન છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 36 રનના સ્કોર પર આઉટ કરી દીધુ હતું. ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રારંભિક મેચમાં યજમાન ટીમે ભારતને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આગામી મેચ 26 ડિસેમ્બરથી શરૂ થવાની છે. 

કાંગારૂ ટીમ માટે 700થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનાર શે વોર્ને કહ્યુ, 'મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા લગભગ તેને ઉડાવવાનું છે. પરંતુ વોર્ને કેટલાક ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી છે.' તેણે કહ્યું, 'તેની પાસે કેએલ રાહુલ જેવા ક્લાસ ખેલાડી છે. યુવા ગિલ અને રહાણે એક શાનદાર ખેલાડી છે. અમને ખ્યાલ છે કે ચેતેશ્વર પૂજારા શું કરી શકે છે.'

BCCIની વાર્ષિક બેઠક પહેલા, પ્રજ્ઞાન ઓઝાને IPLમાં મળી મોટી જવાબદારી

વોર્ને શમી અને વિરાટના બહાર રહેવા પર પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, શમીના રૂપમાં એક ખુબ મોટુ નુકસાન ભારતીય ટીમને છે. તે એક દમદાર બોલર છે અને તમે મેલબોર્ની પરિસ્થિતિઓ માટે બોલર જોવ છો- પિચોમાં ફેરફાર- શમી સીમને હિટ કરે છે અને તેને ઉછાળે છે સારી લંબાઈથી લાઇનલેંથ સાથે બોલિંગ કરે છે, જેને ટીમ મિસ કરશે. 

પેટ કમિન્સ  (4-21) અને જોશ હેઝલવુડ (5-8) સહિત ઓસ્ટ્રેલિયન બોલિંગ એકમે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. 51 વર્ષીય પૂર્વ લેગ સ્પિનરે કહ્યુ, હાં તમે ભારતીય બેટ્સમેનો પર જઈ શકો છો, પરંતુ મને લાગે છે કે તમે તેનો શ્રેય ઓસ્ટ્રેલિયન ખેલાડીને આપશો અને તેણે સારી બોલિંગ કરી હતી. ચાર બોલરોની સાથે-સાથે ગ્રીન પણ સારો બોલર છે. તે હવે ખુબને બેટ્સમેનમાં બદલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news