ફી ન ભરતાં 8 વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂક્યા, દીકરીઓ રડી પડી : આ રીતે ભણશે ગુજરાત
School Fee : સુરતમાં મેટાસ એડવાન્સ સ્કૂલના સત્તાધિશોની માફિયાગીરી.. ફી ના ભરતાં 8 વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવામાં આવ્યું.. શાળા સંચાલકોની દાદાગીરી સામે વિદ્યાર્થીઓ બેઠા ધરણાં પર...
Trending Photos
Surat News : સુરતમાં મેટાસ સ્કૂલની મનમાની સામે આવી છે. 8 જેટલા વિદ્યાર્થીઓને ફી ન ભરાતા એલસી આપી દેવામાં આવ્યું છે. સ્કૂલ ફી ન ભરતાં વિદ્યાર્થીઓને શાળામાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે શાળાની બહાર વાલીઓએ વિદ્યાર્થીઓ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ વિરોધ દરમિયાન વિદ્યાર્થીનીઓ રડી પડી હતી. ABVP એ પણ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. એલ.સી પાછા લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી છે. તો ધરણા સમયે વિદ્યાર્થીઓને કેમેરા સામે રડી પડી હતી. સારા માર્કસ લાવવા છતા શાળાઓની આવી મનમાનીને કારણે દીકરીઓની આંખમાંથી આસું સરી પડ્યા હતા.
સુરતની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ 8 વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધું હતુ. ફી ન ભરાતા શાળાએ વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા હતા. જેથી આજે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર ધરણા પર બેસ્યા હતા. તો બીજી તરફ, એબીવીપીએ શિક્ષણાધિકારીને આવેદન આપી ફરી પ્રવેશ અપાવવા માંગ કરી હતી.
તો બીજી તરફ, ડીઈઓએ પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી ન હતી. એબીવીપીએ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સ્કૂલને દંડ કરી તેની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે.
એક તરફ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે છે. તેમજ ફી ન ભરી હોય તો કોઈ બાળકને શાળામાંથી કાઢી શકાય નહિ તેવી ડીઈઓની સૂચના હોવા છતા પ્રાઈવેટ સ્કૂલો મનમાની કરી રહી છે. ખાનગી શાળાઓ દાદીગીરી પર ઉતરી આવે છે.
શાળાની આવી મનમાની જોઈને વિદ્યાર્થીઓ રડી પડી હતી. વિદ્યાર્થીનીઓએ રડતા રડતા કહ્યુ હતું કે, અમે તો મસ્તી પણ નથી કરી, ફી બાકી છે તેમા અમને એલસી આપી દીધી. તો અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, આજે મેં સવારથી વિચાર્યુ હતું કે હુ સ્કૂલે જઈશ, મસ્તી કરીશ, પરંતુ સવારથી અહીં ઉલટુ ચાલી રહ્યું છે. આજે મારી બેસ્ટ ફ્રેન્ડની બર્થડે છે. તે સેલિબ્રેટ પણ કરવાની છે, અને સવારથી અહી આ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે