અનોખા વરઘોડાનો મઝેદાર VIDEO: કાળઝાર ગરમી વચ્ચે સુરતીઓએ કાઢ્યો નવો કીમિયો

એક અનોખો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં એક વરઘોડો મંડપ સાથે નીકળ્યો હતો. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે સુરતમાં એક પરિવારે નવો કીમિયો શોધ્યો છે. જેમાં પીળા રંગના મંડપની અંદર લોકો વરઘોડામાં નાચી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

અનોખા વરઘોડાનો મઝેદાર VIDEO: કાળઝાર ગરમી વચ્ચે સુરતીઓએ કાઢ્યો નવો કીમિયો

ચેતન પટેલ/સુરત: અત્યાર સુધી તમે વરઘોડા નીકળતા તો જોયા જ હશે પરંતુ સુરતના એક પરિવારે વરઘોડો કઈક અલગ રીતે જ કાઢ્યો હતો. બળદગાડા, જેસીબીમાં કે અન્ય એવા અનેક વરઘોડો તમે જોયા હશે જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વરઘોડાને જોતા પ્રાચીન સંસ્કૃતિ અને જૂના રીત-રિવાજ ઉજાગર બન્યા. હાલ સુરતમાં એક અનોખો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

એક અનોખો વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં એક વરઘોડો મંડપ સાથે નીકળ્યો હતો. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા માટે સુરતમાં એક પરિવારે નવો કીમિયો શોધ્યો છે. જેમાં પીળા રંગના મંડપની અંદર લોકો વરઘોડામાં નાચી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 25, 2022

બળદગાડા સાથે નીકળેલ વરઘોડો જોવા લોકો ઉમટી પડ્યા
અગાઉ સાવરકુંડલાના નેસડી ગામે બળદગાડા સાથે નીકળેલો વરઘોડો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 10 જેટલા બળદગાડા અને 10 ઘોડીઓ સાથે નેસડી ગામની બજારમાં નીકળેલા વરઘોડાને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. 20૦ વર્ષ સુધી સરપંચપદે રહેનાર હિંમતભાઈ ગેવરીયાના પુત્રી જયદિપના લગ્ન પ્રસંગે આ વરઘોડો નીકળ્યો હતો.

લગ્ન પ્રસંગમાં JCB પર નીકળ્યો વરઘોડો
અન્ય એક વરઘોડાની વાત કરીએ તો વરરાજા પોતાના વરઘોડાને ખાસ બનાવા માટે મોંઘી મોંઘી ગાડીઓ અથવા ઘોડાઓની વ્યવસ્થા કરતા હોય છે. પરંતુ એક એવો વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે જેમાં ગાડી કે ઘોડાનો ઉપયોગ થયો નથી. આ જાનમાં JCB પર વરઘોડો નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર આ જેસીબી પર નીકળી રહેલો વરઘોડો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ વર કન્યા જેસીબીમાં શાહી રીતે નીકળેલા વરઘોડો જોવા લોકો એકત્ર થયા. જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ કહ્યો છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news