સુરત તો દયાવાનોનું શહેર છે, પણ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતા રહે એ શરમની વાત: હર્ષ સંઘવી

માતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને આજે ખરેખર શરમ આવવી જોઈએ. હર્ષ સંઘવીએ ભાર પૂર્વક દરેક માતાઓને જણાવ્યું હતું કે, તમામ માતાઓ મને પોતાનો દીકરો સમજે. સુરત શહેર તો દયાવાનોનું શહેર છે. પરંતુ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતાઓ રહેતી હોય એ શરમની વાત છે. 

સુરત તો દયાવાનોનું શહેર છે, પણ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતા રહે એ શરમની વાત: હર્ષ સંઘવી

ઝી ન્યૂઝ/સુરત: આજે મધર્સ ડે અંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક નિવેદન આપ્યું છે. હર્ષ સંધવીએ ટ્વીટર પર ટ્વીટ કરીને તમામ માતાઓને શુભેચ્છા પાઠવી હતી. આજે હર્ષ સંઘવી અલથાણ ખાતે વિધવા વૃદ્ધ માતાઓને મળ્યા હતા અને 400 ગંગા સ્વરૂપ માતાઓને અનાજની કીટનું વિતરણ પણ કર્યું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ એક નિવેદન આપીને તમામ માતાઓનું દિલ જીતી લીધું હતું.

હર્ષ સંઘવીએ મધર્સ ડે અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, માતાને વૃદ્ધાશ્રમમાં મોકલતાં બાળકોને આજે ખરેખર શરમ આવવી જોઈએ. હર્ષ સંઘવીએ ભાર પૂર્વક દરેક માતાઓને જણાવ્યું હતું કે, તમામ માતાઓ મને પોતાનો દીકરો સમજે. સુરત શહેર તો દયાવાનોનું શહેર છે. પરંતુ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતાઓ રહેતી હોય એ શરમની વાત છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2022

Saluting the backbone of a family, strength of life, all the wonderful mother's, this #MothersDay. pic.twitter.com/XBw5MRXb4l

— Harsh Sanghavi (@sanghaviharsh) May 8, 2022

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે એસી ગાડીમાં ફરતા લોકોના માતા-પિતા વૃદ્ધા આશ્રમમાં રહે છે. પરંતુ મારે તમામ લોકોને કહેવાનું છે કે, જેઓ માતા-પિતાને સાચવતા નથી તેમની સાથે દોસ્તી પણ રાખવી નહિ. આવા મિત્રોને તમારા કોઈ પણ પ્રસંગોમાં બોલાવવાનું બંધ કરો. એમને ખરેખર દિલથી શરમ આવે એવી પરિસ્થિતિ ઉભી કરો. 

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મને આજે માતાઓના આશીવાર્દ જોઈએ છે. આ સાંભળીને કાર્યક્રમમાં દરેક માતાઓના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, હર્ષ સંઘવીના વક્તવ્ય સમયે કેટલીક મહિલાઓ રડી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news