7th Pay Commission: DA માં વધારો નક્કી! સરકારી કર્મચારીઓના પગારમાં 27 હજાર રૂપિયા વધારો થઈ શકે છે, જાણો કેવી રીતે

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી બંપર વધારો થવાના એંધાણ છે. આ વધારો કઈ રીતે થશે અને તે વિશે વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

7th Pay Commission: DA માં વધારો નક્કી! સરકારી કર્મચારીઓના પગારમાં 27 હજાર રૂપિયા વધારો થઈ શકે છે, જાણો કેવી રીતે

Business News: આ મોંઘવારીના સમયમાં પગારમાં વધારો થતો જોવા મળે તો મોટી રાહત મળે છે. ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી બંપર વધારો થવાના એંધાણ છે. આ વધારો કઈ રીતે થશે અને તે વિશે વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો મોંઘવારી ભથ્થાના કારણે થવા જઈ રહ્યો છે. આ વખતેના ડીએમાં વધારો જાન્યુઆરીમાં જે પ્રકારે ભથ્થું વધ્યું હતું તેના કરતા પણ વધુ હોય તેવી શક્યતા વર્તાઈ રહી છે. વાત જાણે એમ છે કે AICPI ના માર્ચના આંકડા સામે આવ્યા છે. આ આંકડાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે જુલાઈમાં મોંઘવારી ભથ્થું 4 ટકા સુધી વધી શકે છે. જો કે હાલ એપ્રિલ, મે અને જૂનના આંકડા આવવાના બાકી છે. પરંતુ જે પ્રકારે મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે તેને જોતા આ આંકડામાં પણ વધારો હોવાનો અંદાજો વ્યક્ત કરાઈ રહ્યો છે. 

હવે વાત All India Consumer Price Index (AICPI)ની કરીએ તો જાન્યુઆરી-ફેબ્રુઆરીના આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ માર્ચમાં વધારો આવ્યો. આ ઘટાડો ક્રમશ 125.1 અને 125 હતો જ્યારે માર્ચમાં વધીને 126 થયો. એપ્રિલ, મે અને જૂનમાં પણ જો વધેલો હશે તો ડીએમાં મોટો વધારો નોંધાઈ શકે છે. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 34 ટકા મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સને પણ એટલી જ રાહત મળી રહી છે. મોંઘવારી  ભથ્થું વર્ષમાં  બે વાર અપાય છે. (જાન્યુઆરી અને જુલાઈ) જાન્યુઆરીમાં ડીએમાં 3 ટકા વધારો થયો હતો. હવે જુલાઈમાં નવું મોંઘવારી ભથ્થું જાહેર થશે. 

આ વખતે જુલાઈમાં પણ મોંઘવારી ભથ્થું વધે તો લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને તેનો સીધો લાભ મળશે. કર્મચારીઓ પોતાનું જીવનધોરણ સારી રીતે રાખી શકે તે માટે સરકાર તેમને મોંઘવારી ભથ્થું આપે છે. 

એક અંદાજા મુજબ જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 56,900 રૂપિયા હોય તો તેને 38 ટકા મોંઘવારી ભથ્થું મળે એટલે 21,622 રૂપિયા ખાતામાં આવે. હાલ 34 ટકા પ્રમાણે આ ગ્રેડના કર્મચારીઓને 19,346  રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આથી તેમના માસિક પગારમાં 2276 રૂપિયાનો વધારો અને વાર્ષિક જોઈએ તો 27,312 રૂપિયાનો વધારો થશે. આ રીતે મોંઘવારી  ભથ્થુ 38 ટકા થયા બાદ 18 હજાર બેઝિક પગારવાળા કર્મચારીઓને 6840 રૂપિયા ડીએ મળે. આવા કર્મચારીઓને હાલ 34 ટકા પ્રમાણે 6120 રૂપિયા મળે છે. એટલે કે માસિક પગારમાં 720 રૂપિયાનો અને વાર્ષિક પગારમાં 8,640 રૂપિયા વધે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news